Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પાટીદારો બરાબરના બગડ્યા, વૃદ્ધ પર હુમલો થતા સુરતથી દોડી આવ્યો કાફલો

Patidar Samaj Protest ; વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલો થતા પાટીદારો આકરા પાણીએ આવ્યા છે. ભાવનગરમાં રાતોરાત બેઠક બોલાવી, જેના માટે સુરતથી 100થી વધુ કારનો કાફલો રવાના, આજે સાંજે કાળાતળાવ ગામમાં મોટી સભા
 

ગુજરાતના પાટીદારો બરાબરના બગડ્યા, વૃદ્ધ પર હુમલો થતા સુરતથી દોડી આવ્યો કાફલો

Bhavnagar News : ભાવનગરના ગામમાં ખેડૂત પર હુમલા મામલે સુરતમાં પાટીદારોની મીટિંગ યોજાઈ હતી. જેમાં સુરતથી કાળાતળાવ ગામે 100થી વધુ કારનો કાફલો જશે. સાંજે 5 વાગ્યે પાટીદારો જાહેરસભામાં જોડાશે. અસામાજિક તત્વોએ હથિયારથી હુમલો કર્યો હતો. સુરતના કતારગામના ફાર્મમાં 2 હજારથી વધુની સંખ્યામાં પાટીદારો સંકલન બેઠકમાં હાજર રહ્યાં હતાં. 

fallbacks

ભાવનગરા વલભીપુર તાલુકાના કાળાતળાવ ગામની નદીમાં 74 વર્ષના વૃદ્ધને ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો હતો. અરજણભાઈ દિયોરા નામના વૃદ્ધ ઉપર ગઈકાલે લાકડી વડે હુમલો કરાયો હતો, જેના વિડીયો પણ સામે આવ્યા છે. બનાવના કારણમાં કાળા તળાવ ગામની મુખ્ય નદીમાંથી ભોગ બનનાર વ્યક્તિ માટી ભરવા આવતા માથાભારે ઈસમ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો. જે બાદમાં કેટલાક શખ્સો એ ગાળો આપી અપમાનિત કરીને ખેડૂતને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

આ બનાવમાં વલભીપુર પોલીસ મથકમાં નાથાભાઈ ઉલવા અને રાજુભાઈ ઉલવા નામના વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવના પગલે વલભીપુર પોલીસે રાજુભાઈ ઉલવા નામના શખ્સની ધરપકડ કરી છે. આ ઘટના અને લઇ પટેલ સમાજમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો છે. જેને પગલે આજે સુરતથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વલ્લભીપુર આવી રહ્યાં છે. વલભીપુરના કાળાતળાવ ગામમાં સાંજે મોટી સભાનું આયોજન કરાયું છે. 

બગલમા છોકરું ને ગામમાં ઢિંઢોરો જેવો ઘાટ! આપનો નેતા નીકળ્યો સરકારી અનાજનો અસલી ચોર

સુરતથી કાળાતળાવ ગામે 100થી વધુ કારનો કાફલો જવા રવાના થયા છે. સુરતના પાટીદારો સાંજે 5 કલાકે જાહેરસભામાં જોડશે. આ ગંભીર ઘટના અંગે સુરતમાં પાટીદાર સેવા સંઘ દ્વારા કતારગામ સ્થિત એક ફાર્મ પર ૨૦૦૦ થી વધુ સંખ્યામાં પાટીદારોની સંકલન મિટિંગ યોજાઈ હતી. જેમાં સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શું બન્યો હતો બનાવ
ભાવનગરના વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામમાં વૃદ્ધ ખેડૂત પર હુમલાની ઘટના બની હતી. કાળાતળાવના લુખ્ખા તત્વોએ એકલા વૃદ્ધને પાવડાથી માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. કાળાતળાવ ગામના સેવાભાવી અરજણભાઈ દિયોરાને ત્રણ લુખ્ખાઓએ ઘેરીને માર માર્યો હતો. વરસાદમાં ખેતરનો પાળો તૂટી જતા માટી ભરતા વૃદ્ધ ખેડૂત પર લુખ્ખાઓએ હુમલો કર્યો હતો. માટી ભરતી મજૂર બહેનોની સેહ શરમ રાખ્યા વીના બેફામ ગાળો બોલતા લુખ્ખાઓ જોવા મળ્યા હતા. અરજણભાઈના દીકરાઓ સુરત રહે છે, જયારે તેઓ ગામમાં એકલા રહે છે. વૃદ્ધને પાવડાથી મારતા રાજુ ઉલવા તેમજ સાથે દેખાતા નાથા રબારી અને મામેયા રબારીની પણ થઈ. 

હે ભગવાન! કેમ મોતના કૂદકા લગાવી રહી છે ગુજરાતની દીકરીઓ, 15 દિવસમાં 4એ જીવ લીધો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More