Home> Gujarat
Advertisement
Prev
Next

વિકેન્ડમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું ગુજરાતનું આ સ્થળ, છેલ્લા 5 દિવસમાં અઢી લાખ લોકો ઉમટ્યા

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલમાં જ રક્ષાબંધન અને 15 મી ઓગસ્ટની રાજાઓમાં લગભગ 2.5 લાખ પ્રવસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાથેના તમામ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે.

વિકેન્ડમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું ગુજરાતનું આ સ્થળ, છેલ્લા 5 દિવસમાં અઢી લાખ લોકો ઉમટ્યા

જયેશભાઈ દોશી/નર્મદા: વિશ્વ સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે છેલ્લા 5 દિવસમાં અઢી લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આવનારા દિવસોમાં પણ 3 લાખથી વધુ પ્રવાસીઓ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં વરસાદી માહોલ ચાલી રહ્યો હોવાથી નર્મદા ડેમનો નજારો ખીલી ઉઠ્યો છે, જેણા કારણે પ્રવાસીઓ નર્મદા ડેમનો નજારો માણવા ઉમટી રહ્યા છે.
 
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે. હાલમાં જ રક્ષાબંધન અને 15 મી ઓગસ્ટની રાજાઓમાં લગભગ 2.5 લાખ પ્રવસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની સાથેના તમામ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રોજના લગભગ 20થી 25 હાજર પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે.

fallbacks

વર્ષ 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુનું લોકાર્પણ કર્યું હતું. ત્યારથી આ 182 મીટરની સરદાર પટેલની પ્રતિમા પ્રવાસીઓમાં ખુબ જ પ્રચલિત થઈ છે, જયારે કોરોનાકાળ હતો. ત્યારે સ્ટેચ્યુ બંધ રાખવામાં આવ્યું હતું. હાલ જયારે કોરોનાકાળ પૂર્ણ થયો છે, ત્યારે પ્રવાસીઓ સ્ટેચ્યુ અને તેના બીજા અલગ અલગ પ્રોજેક્ટની મુલાકાત લઈ રહ્યા છે. જેમાં જંગલ સફારી પાર્ક, ફલાવર ઓફ વેલી, ચિલ્ડ્ર્નન્યુટ્રિશન પાર્ક સહીતના પ્રોજેક્ટની પણ પ્રવાસીઓ મુલાકાતે આવી રહ્યા છે.

હાલ જન્માષ્ટમીની રજાઓ આવી રહી છે, ત્યારે તેની રજાઓમાં પણ લગભગ 3 લાખ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત રહેશે, તેમ લાગી રહ્યું છે. જયારે અત્યારે નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને પાણી નદી છોડવામાં આવી રહ્યું છે. જેને કારણે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જયારે સ્ટેચ્યુની આજુબાજુના ડુંગરો પણ લીલાછમ દેખાઈ રહ્યા છે. જે નજારો જોઈને પ્રવાસીઓ ખુબ જ ખુશ થઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More