રઘુવીર મકવાણા/ભાવનગર :બરવાળાના લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક ધીરે ધીરે વધી રહ્યો છે. લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક વધીને 31 પર પહોંચ્યો છે. લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયા થયા છે. હાલ બોટાદ, અમદાવાદ, ભાવનગરની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓ લઠ્ઠાકાંડના દર્દીઓ દાખલ છે. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
14 બૂટલેગરો સામે ફરિયાદ દાખલ, એક મહિલા પણ
બરવાળા પોલીસે લઠ્ઠાકાંડ કેસમાં 14 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. તમામ આરોપીઓએ ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો તેમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં એક મહિલા સહિત કુલ 14 બૂટલેગરો વિરુદ્ધ 302, 328 અને 120 મુજબ કલમ નોંધી ફરિયાદ દાખલ કરી છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSI એ ફરિયાદ દાખલ કરી છે. બરવાળા ઇન્ચાર્જ પીએસઆઇ બીજી વાળા આ કેસમાં ફરિયાદી બન્યા છે. જેમાં સામે આવ્યુ કે, આરોપીઓ 40 રૂપિયામાં એક પોટલી વેચતા હતા. પિન્ટુએ આ માલ બુટલેગરોને આપ્યો હતો.
આરોપીઓના નામ
લઠ્ઠાકાંડનો ઓડિયો વાયરલ
લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI યાસમીનબાનું ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે. જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. તો બીજી ક્લીપમાં હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી અને બુટલેગરની ચર્ચા છે. જેમાં મેડમ એટલે કે યાસમીનબાનું ઝડકીલાને આપવાનો થતો હપ્તો ક્યાં લેવા આવશો, તે અંગે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હાલ કથિત લઠ્ઠાંકાંડ વચ્ચે બુટલેગર સાથે સેટિંગની ઓડિયો ક્લીપ ટોક ઓપ ધ ટાઉન બની છે.
આ પણ વાંચો : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો: દારૂ બનાવવા વપરાયો મિથેનોલ, અમદાવાદથી મોકલવાયું કેમિકલ
બરવાળાની ચોકડીએ દારૂ બનાવાયો હતો
ગુજરાત પોલીસ અને ATSના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મુખ્ય સુત્રધાર બુટલેગર પિન્ટુની ધરપકડ કરાઈ છે. આ દારૂ બનાવવા મિથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો હહતો. અમદાવાદથી મિથેનોલ લાવી બરવાળાના ચોકડી ગામે દારૂ બનાવ્યો. તો બીજી તરફ, લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી જયેશને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. મિથનોલ સપ્લાય કરનાર જયેશ પીપળજથી પકડાયો છે.
ઝેરી દારૂ પીનારી એક મહિલા પણ સારવારમાં
અમદાવાદ-બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 31 લોકોનાં મોત થયા છે. ઝેરી દારૂ પીવાને લીધે કુલ 31 મૃત્યુ અને 37 હૉસ્પિટલમાં હજી સારવાર હેઠળ છે. આ તમામ અલગ અલગ ગામના છે. રોજીદના 6 લોકોનાં અને અણિયાળીના 3 લોકોનાં મૃત્યુ થયા. આકરુના 3 અને ચંદરવા ગામના 2 લોકોનાં ઝેરી દારૂથી મૃત્યુ થયા. ઉંચડી ગામના 2 લોકોનાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ થયાં. તો ભાવનગરની હૉસ્પિટલમાં 1 મહિલા પણ ગંભીર હાલતમાં દાખલ છે. આમ, કુલ 37 દર્દીઓ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોઈએ પિતા તો કોઈએ પુત્ર અને પતિ ગુમાવ્યો
વર્ષ 2009 પછી ફરી એકવાર ગુજરાત લઠ્ઠાકાંડનું સાક્ષી બન્યું છે, બોટાદ અને અમદાવાદ જિલ્લામાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોએ દમ તોડી દીધો છે અને અનેક લોકો હજુ પણ હૉસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઝેરી દારૂ પીવાથી કોઈએ પતિ, કોઈએ પિતા અને કોઈએ પુત્ર ગુમાવ્યો. સ્થાનિક લોકોનો દાવો છે કે મૃત્યુઆંક વધારે છે પરંતુ તેના પર ઢાંકપીછોડો કરવા માટે પૂરેપૂરી તાકાત લગાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે, લઠ્ઠાકાંડમાં SITની રચના કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે