વીરપુરઃ પોતાના પંથને સર્વેસર્વા કહેડાવવા માટે કોઈ પણ મનઘડત વાત કરતાં સ્વામિનારાય સાધુઓ સામે ઉગ્ર રોષનો માહોલ શાંત થવાનું નામ નહતો લઈ રહ્યો...જલારામ બાપા વિશે જ્ઞાનપ્રકાશ સ્વામી નામના સાધુ કરેલી અસત્ય વાતનો વિરોધ થઈ રહ્યો હતો.....સ્વામી માફી માગે તેવી માગ ઉગ્ર બની હતી...ત્યારે આખરે સ્વામીની શાન ઠેકાણે આવી...અને પોલીસ બંદોબસ્ત સાથે વીરપુરમાં આવી સ્વામીએ ઝૂકવું પડ્યું...જુઓ સ્વામીના માફી નામાનો આ અહેવાલ....
પોતાના પંથ, સંપ્રદાય અને ગુરુઓની વાહવાહી માટે કોઈ પણ મનઘડત વાતો કરનારા અને ઈતિહાસ સાથે ચેડા કરનારા સ્વામિનારાયણ સાધુઓ સામે રોષ દિવસેને દિવસે વધી રહ્યો હતો...પણ હવે જ્ઞાન પ્રકાશ સ્વામીની શાન ઠેકાણે આવી ગઈ...જલારામ બાપા વિશે કરેલા બફાટ બાદ માફી માંગવી પડી...વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં આવીને જ્ઞાનપ્રકાશ સ્વામી નતમસ્તક થયા અને પોતે જે ઉચ્ચારણ કર્યું હતું તેના માટે ખેદ પ્રગટ કરી માફી માંગી..
જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી મનઘડત વાતથી ન માત્ર વીરપુર કે રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાતમાં આક્રોશ હતો...સૌ લોકો એક જ માગ કરી રહ્યા હતા કે સ્વામી માફી માંગે...ત્યારે સ્વામી વીરપુર તો આવ્યા...પરંતુ તેઓ પોલીસને કાફલો લઈને આવ્યા હતા...નંબર વગરની ગાડીમાં આવેલા સ્વામીએ મંદિરના બીજા દરવાજાથી પ્રવેશ લેવો પડ્યો...ડરને કારણે પોલીસના જવાનોને સાથે રાખ્યા અને ચુપચાપ માફી માંગીને રવાના થયા...
આખરે સ્વામીએ નમતું જોખીને વિરપુરમાં માફી માગી! બ્લેક સ્કોર્પિયો અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત...#BreakingNews #virpur #raghuvanshisamaj #LohanaSamaj #gyanprakashswami #gujarat #zee24kalak pic.twitter.com/7TAW8cunnj
— Zee 24 Kalak (@Zee24Kalak) March 7, 2025
આપણે કોઈ કામ જ એવું શું કામ કરવું પડે કે ડરવાનો વારો આવે?...શું કામ લોકોથી ડરીને રહેવું પડે?, શું કામ એવો વિવાદ કરવો જોઈએ કે પછી માંફી માગવાના દિવસો આવે?...જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી તો માગી લીધી...પણ સ્વામિનારાયણ સાધુઓની આ જ રણનીતિ હોય છે...પહેલા કોઈ વિવાદ કરીને જે કહેવું હોય તે કહી દે છે...પછી વિવાદ વધે એટલે માફી માંગી લે છે...જલારામ બાપાની વાતમાં પણ કંઈક આવું જ થયું...ખેર જે થયું તે થયું...માફી માંગી લીધી છે તો જલારામ બાપાના ભક્તોમાં આનંદ છે...
ઉઠી રહ્યા છે સવાલ?
આપણે કોઈ કામ જ એવું શું કામ કરવું પડે કે ડરવાનો વારો આવે?
શું કામ લોકોથી ડરીને રહેવું પડે?
શું કામ એવો વિવાદ કરવો જોઈએ કે પછી માંફી માગવાના દિવસો આવે?
તો જ્ઞાનપ્રકાશ સ્વામીના જ્ઞાન સામે તેમની જ સંસ્થાએ સવાલો ઉઠાવ્યા છે...વડતાલ સ્વામિનારાયણ મંદિરે જલારામ બાપાના ગાદિપતિને જે લેટર લખ્યો તેમાં મોટો ખુલાસો થયો છે...વડતાલ મંદિરે જે લેટર લખ્યો તેમાં કહેવામાં આવ્યું છે કે જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતું નથી, વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ શાસ્ત્રોક્ત વાત નથી....આ નિવેદનની નિંદા કરીને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ...
વડતાલ મંદિરે શું કહ્યું?
જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલ નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતું નથી
વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ શાસ્ત્રોક્ત વાત નથી
આ નિવેદનની નિંદા કરીને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ
તો સ્વામીને માફી મંગાવા માટે ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રદર્શન થયા હતા...જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળેલો વિરોધ ઉત્તર ગુજરાતમાં પણ પહોંચી ગયો હતો...પાટણના વારાહીમાં લોહાણા સમાજ અને અન્ય સમાજના અનેક લોકોએ આકરો વિરોધ કર્યો...અર્ધ નગ્ન થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો...સાથે જ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું....તો રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની તૈયારીઓ કરવામાં આવી હતી....સ્વામિના બફાટ સામે હવે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ટ્વિટ કરીને સ્વામી જ્ઞાનપ્રકાશનો વિરોધ કર્યો હતો...તેમણે પણ સ્વામી માફી માંગે તેવી માગ કરી હતી...
ઘીના ઠામમાં ઘી હાલ તો પડી ગયું છે...સ્વામીએ માફી માંગી લીધી છે પરંતુ ફરી આ સ્વામી કોઈ નવો બફાટ નહીં કરે તેની શું ગેરંટી?...સનાતનને માનનારા લોકોએ હાલ તો મોટું મન રાખી કદાચ સ્વામીને માફ કરી દેશે...પરંતુ શું સ્વામિનારાયણ સંપ્રદાય જ આવા સાધુને બહાર તગેડીને ઉત્તમ દાખલો ન બેસાડી શકે?...જોવું રહ્યું કે આવું કંઈક થાય છે કે નહીં?...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે