તેજશ મોદી, ચેતન પટેલ/ સુરત: સુરતના સરથાણામા તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ થયેલા અગ્નિકાંડ ઘટનામાં 22 લોકોના કરુણ મોત નીપજયા હતા, જ્યારે 15 થી વધુ લોકો ઇર્જાગ્રસ્ત બન્યા હતા. આ મામલે લોકોમાં રોષ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ન્યાય માટે આજે સુરતમાં સ્થાનિક લોકોએ અર્ધ નગ્ન હાલતમાં વિરોધ વ્યક્ત કર્યો. આ બાજુ હાલમાં જ કેન્દ્રમાં મંત્રી બનેલા મનસુખ માંડવિયાએ પણ આજે સુરતની મુલાકાત લીધી હતી.
ગુજરાતની આજની સૌથી મોટી ખબર, દારૂબંધી અંગે સમગ્ર રાજ્યમાં પોલીસ કરશે મેગાડ્રાઈવ
સુરતના સરથાણાના આગકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે સ્થાનિક લોકોએ આજે અર્ધનગ્ન અવસ્થામાં સુરતના સુદામા ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. 'ક્યારે મળશે ન્યાય'ના બેનરો લઈને અર્ધનગ્ન અવસ્થામાં લોકો રસ્તામાં ઉતરી આવ્યાં આવ્યાં હતાં અને વિરોધ વ્યક્ત કર્યો હતો.
જુઓ LIVE TV
આ મોટી દુર્ઘટનામાં આજે મનસુખ માંડવિયાએ પણ સુરતની મુલાકાત લીધી હતી. કેન્દ્રમાં મંત્રી બન્યા બાદ મનસુખભાઇ સૌ પ્રથમવાર સુરત આવ્યાં અને તેમણે અઠવાગેટ સ્થિત મહાવીર હોસ્પિટલમાં ઇર્જાગ્રસ્તોની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ તમામ મૃતકોના ઘરે જઇ મુલાકાત લીધી હતી. જ્યાં મૃતકોના પરિવારજનોને તેમણે સાંત્વના પણ આપી હતી. જો કે આખા મામલે તેમણે જવાબદાર સામે કાર્યવાહી થવી જોઇએ કે નહિં તે અંગે ચુપકીધી સેવી હતી.
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે