Home> Gujarat
Advertisement
Prev
Next

આનંદના સમાચાર! ગુજરાતના માથા પરના કરોડોના દેવામાં થયો ઘટાડો, મુખ્યમંત્રીએ આપી માહિતી

ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા આ માહિતી શેર કરી છે. જીડીપીના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો થયો છે. ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. એનસીએઈઆર દ્વારા જાહેર થયેલા પેપરમાં આ વિગતો સામે આવી છે. 

આનંદના સમાચાર! ગુજરાતના માથા પરના કરોડોના દેવામાં થયો ઘટાડો, મુખ્યમંત્રીએ આપી માહિતી

Gujarat Government Debt : ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા આ માહિતી શેર કરી છે. જીડીપીના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો થયો છે. ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવા ઘટાડામાં ગુજરાત પ્રથમ ક્રમે છે. એનસીએઈઆર દ્વારા જાહેર થયેલા પેપરમાં આ વિગતો સામે આવી છે. 

fallbacks

ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડામાં ગુજરાત પ્રથમ છે, ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી જાણકારી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી ગુજરાતના જાહેર દેવામાં ઘટાડો થવાનું જણાવ્યું છે. GDPના 4.5 ટકા જેટલો જાહેર દેવામાં ઘટાડો થયાનું જણાવ્યું છે. ભારતના સૌથી મોટા 21 રાજ્યોમાં જાહેર દેવાના ઘટાડામાં ગુજરાત પ્રથમ છે.

રાજકોટ સિવિલમાં કાળનું ચક્ર ફરી વળ્યું, એક જ રાતમાં 17 દર્દીના મોત

મુખ્યમંત્રીએ ટ્વીટ કરી લખ્યું કે, NCAER ના અર્થશાસ્ત્રીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ મુજબ મને એ જણાવતા આનંદ થાય છે કે ગુજરાતે તેના દેવાથી GSDP ગુણોત્તરમાં 4.5% ઘટાડો કર્યો છે, જે ભારતના તમામ મોટા 21 રાજ્યોમાં સૌથી વધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા મજબૂત નાણાકીય વ્યવસ્થાપન અને રાજકોષીય સમજદારીનો પુરાવો છે. કોઈપણ રાજ્ય કે દેશ ઉપર દેવું હોવું એ આજકાલની વાત નથી. માણસ જ્યારથી અર્થનીતિ સમજતો થયો છે ત્યારથી દેવું અસ્તિત્વમાં છે, માત્ર તેના સ્વરૂપ બદલાય છે. 2024માં વિધાનસભામાં રજૂ થયેલા આંકડાને સાચો માનીએ તો રાજ્યની માથે 4 લાખ 17 હજાર કરોડથી વધુનું કરજ. સરકાર વિકાસ કરે તો દેવું થાય એવું પણ એક કારણ સામે આવ્યું હતું જો કે, આ વખતે બજેટ પહેલા દેવાને લઈ રાહત જનક આંકડા સામે આવ્યા છે.

 

 

ગુજરાત પર કેટલું દેવું 
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા વિધાનસભાના છેલ્લા દિવસે ગુજરાત સરકારના નાણાંકીય હિસાબોનો ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં સરાકરી દેવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ અનુાર, સરકારે 43000 કરોડની બજાર લોન લીધી છે. પરંતું તેની સામે 14700 કરોડ રૂપિયાની લોન ભરી છે. 2023 ના અંત સુધી આ લોનની રકમ 283057 પર પહોંચી ગયો છે. છેલ્લા બે વર્ષના હિસાબ માંડીએ તો, 2021-22 માં સરકારના બાકી દેવા અને જવાબદારીઓનો આંકડો 380797.53 કરોડ હતો, જેમાં 2022-23 ના વર્ષમાં 31580 કરોડનો વધારો થયો છે. તો સરકારને જાહેર દેવુ, નાની બચત અને ભવિષ્ય નિધિ વગેરેમાં 24224.85 કરોડ તેમજ અન્ય જવાબદારીઓમાં 1128.83 મળને કુલ 25353.68 કરોડનું વ્યાજ ચૂકવ્યું છે. 

નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું, ઠંડી-ગરમીના અપડાઉન વચ્ચે ગુજરાત પર મોટા સંકટની આગાહી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More