નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના (Hardik Pandya) પિતા હિમાંશુ પંડ્યાને (Himanshu Pandya) હાર્ટ એટેક આવવાથી 16 જાન્યુઆરીના રોજ તેમનું નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. હાર્દિક તેના પિતાને યાદ કરી ફરી એકવાર ભાવુક થયો છે.
હાર્દિકે કર્યા પિતાને યાદ
હાર્દિક પંડ્યા (Hardik Pandya) તેના પિતાને ઘણો મિસ કરી રહ્યો છે. તેણે ખુબજ ઇમોશનલ વીડિયો શરે કર્યો છે. જેમાં હાર્દિક અને તેના પિતા હિમાંશુ પંડ્યાની (Himanshu Pandya) કેટલીક યાદો જોડાયેલી છે. વીડિયોમાં સોન્ગ 'અપને તો અપને હોતે હૈ'નો ઉપયોગ કર્યો છે.
જ્યારે અમિતાભને મળ્યા હાર્દિકના પિતા
આ વીડિયોમાં હાર્દિકના પિતા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને (Amitabh Bachchan) મળતા જોવા મળી રહ્યા છે. અમિતાભ હિમાંશુ પંડ્યાને (Himanshu Pandya) કહી રહ્યા છે કે, 'તમે ખુબજ સારી સંતાનને જન્મ આપ્યો છે, ભારતનું નામ રોશન કર્યું ભાઈ'
આ પણ વાંચો:- Sex Scandal: મહિલા અધિકારી સાથે હોટલ રૂમમાંથી પકડાયો એક ક્રિકેટ પ્લેયર!
પિતાનો પ્રિય હતો હાર્દિક
હાર્દિક નાનો દિકરો હોવાના કારણે પિતાનો પ્રિય હતો. આ ઓલરાઉન્ડરે થોડા દિવસ પહેલા ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, 'તમને અમારા પર ગર્વ હતો, પરંતુ પિતા અમને બધાને આ વાત પર ગર્વ છે કે, તમે હમેશાં પોતાનું જીવન જીવ્યા! જેમ કે મેં કાલે કહ્યું હતું અને ફરી એકવાર કહીશ કે હું તમને મારા જીવનમાં દરરોજ મિસ કરીશ. લવ યૂ ડેડી.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે