અમદાવાદ: વિસનગરમાં ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડના કેસમાં વિસનગર સેશન્સ કોર્ટ હાર્દિક પટેલ, લાલજી પટેલ સહિત ત્રણને દોષિત જાહેર કર્યા હતા, જ્યારે અન્ય 14ને નિર્દોષ જાહેર કર્યા છે. 23 જુલાઈ 2015નો રોજ પાટીદાર અનામત રેલીમાં યોજાઈ હતી. વિસનગર ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ અગ્રવાલની કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને કલમ 148 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. તાજેતરમાં મળતી માહિતી મુજબ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને 2-2 વર્ષની સજા સંભળાવી છે. તથા 50-50 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ત્યારે ચૂકાદાની થોડી મિનિટો બાદ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર દ્વારા જણાવ્યું હતું કે કોઇપણ મુશ્કેલીને તેના બનાવવામાં આવેલા લેવલ પર ઉકેલી શકાતી નથી, તે મુશ્કેલીને તે લેવલથી ઉપર ઉઠતાં જ ઉકેલી શકાય છે. આજે પણ હું કહું છું કે સરકાર અંગ્રેજ બનશે તો હું ભગત સિંહ બનીશ!!!! ઇંકલાબ જિંદાબાદ.
આ પણ વાંચો : વિસનગર કોર્ટે હાર્દિક પટેલને 2 વર્ષની સજા ફટકારી
અત્રે ઉલ્લેખનીય હાર્દિક પટેલના ટ્વિટર પર આ પ્રકારે ટ્વિટ કર્યા બાદ તેને થોડી જ મિનિટોમાં ડીલેટ કરી દેવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે