આશ્કા જાની, અમદાવાદ : હાર્દિક પટેલને ફરી જેલમાં જવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. હજુ થોડા દિવસ પહેલા જ હાર્દિક આ મામલે જ જેલમાંથી છૂટ્યો છે. જોકે, રાજદ્રોહના કેસમાં કોર્ટમાં મુદ્દતોમાં ગેરહાજર રહેતા હાર્દિક સામે આકરું વલણ અપનાવતા અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કર્યું છે જેના કારણે આગામી સમયમાં હાર્દિક પટેલની ધરપકડ થઈ શકે છે. સતત કોર્ટમાં મુદ્દત દરમ્યાન ગેરહાજર રહેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ પહેલા પણ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું અને હાર્દિક પટેલની ધરપકડ પણ કરવામાં આવી હતી.
અમદાવાદ-વડોદરા હાઇવે પર સર્જાયો 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ! કારણ કે....
હાર્દિક પર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં ધરપકડની શક્યતા તોળાઈ રહી છે. પાટીદાર આંદોલન વખતે જીએમડીસી ગ્રાઉન્ડમાં ફાટી નીકળેલી હિંસાના કેસમાં પોલીસ તેની ધરપકડ કરી શકે તેવી શક્યતા વચ્ચે તેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી. જોકે. કોર્ટે તેને આ કેસમાં આગોતરા જામીન આપવાનો પણ ઈનકાર કરી દીધો છે.
આજે સળગ્યો છે છોટાઉદેપુર જિલ્લો, લાંબા સમયથી સળગી રહેલો તણખો બની ગયો છે ભડકો
હાલમાં હાર્દિકની પત્ની કિંજલે ટ્વીટ કરી છે. એક ટ્વીટમાં કિંજલ પટેલે જણાવ્યું છે કે, હાર્દિક હજુ સુધી ઘરે નથી આવ્યો અને બીજી તરફ, ક્રાઈમ બ્રાંચના માણસો ઘરે આવીને હાર્દિક ક્યાં છે તેવા સવાલ કરે છે, અને ઘરમાં શોધખોળ કરી જતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે