શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :સાબરકાંઠા જfલ્લાના હિંમતનગર તાલુકાના સુરજપુરા ગામે કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી પ્રચાર સભા હાર્દિક પટેલે હાજરી આપી હતી. પાટીદાર સમાજના ગામમાં પ્રચાર સભા યોજવા દરમ્યાન સમાજ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, પોતે કોંગ્રેસ પક્ષમાં જોડાવવાના નિર્ણય માટે સરદાર પટેલનો પક્ષ હોવાથી કોંગ્રેસમાં જોડાયો હતો. તો લલિત વસોયા દ્વારા ભાજપ પર કરેલા ખરીદીના આક્ષેપોને હાર્દિકે સમર્થન આપ્યું હતું.
હાર્દિક પટેલે પાટીદારોના ગામમાં કોંગ્રેસમાં જોડાવવાને લઇને થઇ રહેલી ચર્ચાને લઇને ખુલાસો કર્યો હતો. ભાજપ પર પ્રહાર કરતા તેણે કહ્યું હતું કે, ભાજપે ભગવાન રામને છેતર્યા છે અને રામના નામે મત મેળવ્યા હતા. પણ હવે રામને છેતરનારાઓને મત નહિ આપવા માટે અપીલ કરી ભાજપ પર પ્રહાર કર્યા હતા. લલિત વસોયા એ ભાજપ દ્વારા કોંગ્રેસી પદાધિકારીઓની ખરીદીને લઇને રૂપિયાની લાલચ અપાતી હોવાના આક્ષેપોને સમર્થન આપ્યું હતું અને ભાજપ ડરના માર્યા આમ ખરીદી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
આજે કલોલમાં અમિત શાહનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, રાઉન્ડ-ધ-ક્લોક બેઠકો પણ કરશે
તો સાથે જ બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવાને લઇને જવાનોના આ કામને આવકાર્યું હતું. પણ તેની પર રાજનિતી ન કરવાનુ કહી વડાપ્રધાન એ વાતને ભુલી ગયા હોવાનુ પણ તેણે કહ્યું હતું. તો પુલવામાની ઘટનામાં વપરાયેલા આરડીએક્સનો એવડો મોટો ઝથ્થો દેશમાં આવ્યો ક્યાંથી એ તપાસ થવી જોઇએ એમ કહી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેણે કહ્યું હતું કે, બાલાકોટા પર એર સ્ટ્રાઇકના હુમલાને આવકારીએ છીએ, પણ એ ઘટના માટે આરડીએક્સ આટલી મોટી માત્રામાં કેવી રીતે દેશમાં આવ્યો તે શોધતા નથી તે શોધવો જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે