Home> Gujarat
Advertisement
Prev
Next

VIDEO: અનામત માટે હાર્દિક પટેલે કર્યું નવું એલાન, હવે કરશે અન્ન જળનો ત્યાગ

પાટીદાર અનામતની માગણી દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય છે. આજે અમદાવાદમાં પાટીદાર શહીદ યાત્રા નીકળી છે અને હવે પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદાર સમાજને અનામત આપવાની માગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છે. હાર્દિકે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે. 

VIDEO: અનામત માટે હાર્દિક પટેલે કર્યું નવું એલાન, હવે કરશે અન્ન જળનો ત્યાગ

અમિત રાજપૂત/ ગૌરવ પટેલ, અમદાવાદ: પાટીદાર અનામતની માગણી દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય છે. આજે અમદાવાદમાં પાટીદાર શહીદ યાત્રા નીકળી છે અને હવે પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદાર સમાજને અનામત આપવાની માગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છે. હાર્દિકે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે. 

fallbacks

વીડિયો જોવા માટે કરો ક્લિક- VIDEO: અનામત માટે હાર્દિક પટેલે કર્યું નવું એલાન

હાર્દિક પટેલે જણાવ્યું છે કે તે તારીખ 25/8/2018ના રોજ પાટીદાર સમાજને અનામતની માગ અને અન્નના ત્યાગ સાથે આમરણ ઉપવાસ પર ઉતરશે. હાર્દિકે કહ્યું છે કે જ્યાં સુધી પાટીદાર સમાજને અનામતનો લાભ નહીં મળે ત્યાં સુધી તે આમરણ ઉપવાસ પર બેસશે. જીવ જાય તો જાય પરંતુ હવે અનામત ઉપર સરકાર નક્કી કરે. તેણે એમ પણ કહ્યું છે કે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને અસંખ્ય લોકો તેને સહયોગ આપવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે. રોજ એક વ્યક્તિ સરકારને અનામત મુદ્દે જગાડવા માટે મુંડન કરાવશે. 

VIDEO અમદાવાદ: આજે સાણંદથી વટવા સુધી પાટીદાર યાત્રાનું આયોજન

હાર્દિકે એ પણ કહ્યું કે 25 ઓગસ્ટ પાટીદાર ક્રાંતિ દિવસથી તે અમદાવાદ ખાતે પાટીદાર સમાજને અનામત આપોની માગણી સાથે અન્નના ત્યાગ સાથે આમરણ ઉપવાસ પર ઉતરીશ. હવે છેલ્લું અને આર અથવા પાર!! અનામત, બેરોજગારી અને ખેડૂતોની મુશ્કેલી એ મારી પ્રાથમિક લડાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More