મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરનાં એસ જી હાઈવે પરથી વસ્ત્રાપુર પોલીસે ગુજરાતી એકટરને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડયો છે. ફેમસ ગુજરાતી સોંગ "હાથમાં છે વ્હીસ્કીને આખોમાં પાણી બેવફા સનમ" જોયું હશે. અને તેમાં પણ તે દારૂ પિતા જોયો હશે. પરંતું મોડી રાત્રે વસ્ત્રાપુર પોલીસે TGB પાસેથી અસલમાં તેને દારૂ પીધેલી હાલતમાં પકડી પાડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આરોપી સમર્થ શર્મા "ભગવાન પણ ભૂલો પડ્યો"નો સ્ટારકાસ્ટ રહી ચુક્યો છે. આરોપી સમર્થ કિરણ શાહ સાથે દિપક મોહન પુરોહિત પણ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે શંકાના આધારે એક સ્કોર્પિયો ગાડી રોકતા તેમાંથી એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે કબ્જે કરી પ્રોહીબિશનનો ગુનો દાખલ કરાયો છે.
જુઓ LIVE TV:
ગુજરાતી આલ્બમ સોંગ હાથમાં છે વ્હીસ્કીનો સ્ટાર એક્ટર દારૂ પીધેલી હાલતમાં અમદાવાદ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે પેટ્રોલીંગ દરમિયાન શંકા જતા સ્કોરપીયો કારને ઉભી રાખીને તપાસ કરતા તેમાંથી ગુજરાતી એક્ટર સમર્થ શાહ અને દિપક મોહનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે