અમદાવાદ: ગુજરાતના સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્ર(Saurashtra)ના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. પોરબંદર જિલ્લામા એનડીઆરએફ(Ndrf)ની ટીમ દ્વારા કુતિયાણના પસવારીના વાડી વિસ્તારમાંથી 7 લોકોને રેસ્ક્યુ(rescue) કરવામાં આવ્યા હતા. વિસ્તારમાં પાણી ભરાવાને કારણે સાત બાળકો ફસાઇ ગયા હતા. જેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટમાં પૂરના પાણીમાં રીક્ષા ફસાઈ
ઉપલેટા તાલુકાના ગઢાળા ગામે મોજ નદીમાં પૂરના કારણ રીક્ષા ફસાઈ હતી. ફસાયેલ રિક્ષાને ગામ લોકોએ ખૂબ જ મહેનત કરીને બચાવી લીધી હતી. ગામ લોકો પણ દોડી આવી એકઠા થઇ ગયેલા નદી કાંઠે રીક્ષા બહાર કાઢવામાં આવી હતી. નદીના પટમાં જવાની મનાઈ હોવા છતાં લોકો કોઝવે પરથી પસાર થતા આ પ્રકારની ઘટના સામે આવી હતી.
મોરબીના નાના દહીસરા ગામે લોકો પૂરમાં ફસાયા
મોરબીના નાના દહીસરા ગામે પણ વરસાદી પાણીમાં લોકો ફસાયા હતા. ધોધમાર વરસાદને કારણે પુલના રસ્તા પર નદીના પાણી ફરી વળ્યા હતા. પુલના રસ્તા ઉપર નદીના પાણી ફરી વળતા રીક્ષા પાણીમાં ફસાઇ હતી. રીક્ષા સાથે પાણીમાં ફસાયેલા બન્ને લોકોને ગ્રામજનો દ્વારા બચાવી લેવાયા છે.
જુઓ LIVE TV :
હળવદ નજીક 20 ખેત મજૂરોનું કરાયુ રેસ્ક્યુ
મોરબીના હળવદના અજીતગઢ ગામે ખેત મજુરો પાણીમાં ફસાયા હોવાના સમાચાર મળ્યા હતા. 20થી વધુ ખેતમજૂરો ટ્રેકટરમાં જતા હતા ત્યારે પાણીમાં ફસાયા હતા. અજીતગઢ ગામથી 6 કિમી અંદર આવેલ વાડીમાં વચ્ચેનો રસ્તો બંધ થયો હતો. મામલતદાર દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર એનડીઆરએફની રાજકોટથી એક ટીમને હળવદ બોલાવવામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે