અજય શીલુ/પોરબંદર: પોરબંદર જિલ્લાના બરડા પંથકના ફટાણા ગામે ગત મોડી રાત્રીના પતિ-પત્નીના વચ્ચે ઝગડો થતાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લેતા બે નાના બાળકો માતા પિતા વિહોણા બન્યા છે.
ગુજરાતના લોકો વિકલ્પ ઇચ્છે છે ભાજપની B ટીમ નહીં, કોંગ્રેસ નેતા પર ભડક્યા રાહુલ ગાંધી
પોરબંદર જિલ્લાના ફટાણા ગામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં રહેતા મેરામણ કેશુ સાદીયા ઉંમર વર્ષ 36 અને તેમના તેમનાં પત્ની મનીષા મેરામણ સાદીયા ઉંમર વર્ષ 33 વચ્ચે ગત મોડીરાત્રે ઘરમાં ઝગડો થતાં આ ઝઘડામા હસતા રમતા પરિવારનો માળો વિખેરાઇ ગયો છે. ગત મોડીરાત્રે કોઈ કારણોસર ઝગડો થતાં પતિ મેરામણ સાદીયાએ પત્ની મનીષાનુ ગળુ દબાવી મોત નિપજાવી હત્યા કર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઇ મોત વહાલું કર્યું હતું.
ભયાનક આંધી-તોફાન સાથે ભારે વરસાદ! ગુજરાતમા પ્રિ-મોન્સુનની અસર, આ વિસ્તારોનુ આવી બનશે
આ ઘટનાની જાણ થતાં જ બગવદર પોલીસ સ્ટેશનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિવારજનો દ્વારા બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.બનાવની ગંભીરતાને જોતા પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી સહિત ફટાણાં ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી.પતિ પત્નીના મોતથી તેમના આઠ વર્ષના તથા 13 વર્ષના પિયુષ અને મિલન નામના બાળકો નોધારા બન્યા છે.
Jio, Airtel, Vi અને BSNL યુઝર્સ છો? તો હવે બલ્લે બલ્લે! 200 રૂપિયાથી ઓછા પ્લાને...
નાના એવા ફટાણા ગામે આ રીતે પતિ પત્નીના મોતથી સમગ્ર ગામમાં અરેરાટી સાથે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.નાના બાળકોએ જે રીતે નાની વયમાં માતા પિતા ગુમાવતા સગા વ્હાલા પરિવારજનોમા ભારે દુઃખી જોવા મળી રહ્યા છે.પોલીસે આ ઘટનામા પતિ પત્ની વચ્ચે ક્યાં કારણોસર ઝગડો થયો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે અને મૃતક આરોપી પતિ વિરુદ્ધ પત્નીના હત્યાનો ગુનો નોંધાયો છે જ્યારે પોતે આત્મહત્યા કરી લેતા આ અંગે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી બગવદર પોલીસે હાથ ધરી છે.
PM મોદીને જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો સુરતનો ઓમ, તાત્કાલિક આ ઈચ્છા કરાઈ પૂર્ણ!
.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે