અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પરીક્ષાના પેપર લીક કેસમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિતના રાજીનામાના લઇને ઉગ્ર માંગ કરવામાં આવી હતી. અને ઠેર ઠેર પૂતળા દહન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે મુખ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામું લીધું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઇ શકે છે. આ સાથે જ સોશિયલ મીડિયામાં પણ #Resign_Asitvora નામથી અભિયાન પણ શરૂ થયું છે.
ગૌણ સેવા પસંદગી મંડળના પેપરલીક કાંડમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અસિત વોરા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને આ ઉપરાંત રાજ્યમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થયા હતા. ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ મચી ગઇ હતી. અસિત વોરાની હકાલપટ્ટી કરવી કે કેમ સહિતનાં મુદ્દાઓ પર ચર્ચાઓ પણ થઇ હતી.
શું હતો સમગ્ર મામલો
હેડ કલાર્ક પરીક્ષા પહેલા પેપર લીક થયું હતું. પરીક્ષા પહેલા પેપર લીક થતા હંગામો સર્જાયો હતો. 189 જગ્યા માટે 84,000થી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. પેપર લીક થવાના મામલે વહીવટી તંત્ર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે તેમજ અત્યાર સુધીમાં કુલ ૩૩ આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. આરોપી પાસે થી કુલ મુદ્દા સાથે 78,96,500 રોકડ રકમ આરોપીઓ પાસેથી ઝડપાઇ છે. પેપર લીક કાંડના આરોપીઓની જામીન અરજી હિંમતનગર કોર્ટે ફગાવતા આરોપીઓને જેલ પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.
જોકે આ પરીક્ષાનું લીક થયેલું પેપર 40થી વધુ ઉમેદવારોને 10-12 લાખ રુપિયામાં વેચાયું હોવાના આક્ષેપ થયા હતા, જેની તપાસ ચાલી રહી છે અને પોલીસે કેટલાક આરોપીની ધરપકડ કરીને તેમના રિમાન્ડ પણ મેળવ્યા છે. આ પેપર જ્યાં તેનું પ્રિન્ટિંગ થયું તે પ્રેસમાંથી જ લીકેજ હોવાનું અત્યારસુધીની તપાસમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે