Home> Gujarat
Advertisement
Prev
Next

મોટો ઘટસ્ફોટ : મુદ્રેશ પુરોહિતના સૂર્યા ઓફસેટમાંથી વહે છે પેપર લીકની ગંગોત્રી, કર્મચારીઓ બને છે બલીનો બકરો

ફિલ્મી સ્ટોરીની જેમ હેડ ક્લાર્ક પેપર લીક (head clerk paper leak) ના કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા છે. જેમાં આરોપીઓના નામ ખૂલી રહ્યાં છે. 12મી ડિસેમ્બરે યોજાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર પોલીસના દાવા મુજબનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ ગાંધીનગરમાંથી જ સોમવારે રાત્રે આઇ-20 કાર સાથે મળ્યો હતો. આ વચ્ચે આખરે હેડ ક્લાર્કની પરીક્ષા (head clerk exam) રદ કરવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ પેપર લીક કાંડમાં સૂર્યા ઓફસેટ ફરી ચર્ચામાં છે. 

મોટો ઘટસ્ફોટ : મુદ્રેશ પુરોહિતના સૂર્યા ઓફસેટમાંથી વહે છે પેપર લીકની ગંગોત્રી, કર્મચારીઓ બને છે બલીનો બકરો

ઝી મીડિયા/બ્યૂરો :ફિલ્મી સ્ટોરીની જેમ હેડ ક્લાર્ક પેપર લીક (head clerk paper leak) ના કૌભાંડો એક પછી એક બહાર આવી રહ્યા છે. જેમાં આરોપીઓના નામ ખૂલી રહ્યાં છે. 12મી ડિસેમ્બરે યોજાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર પોલીસના દાવા મુજબનો મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ ગાંધીનગરમાંથી જ સોમવારે રાત્રે આઇ-20 કાર સાથે મળ્યો હતો. આ વચ્ચે આખરે હેડ ક્લાર્કની પરીક્ષા (head clerk exam) રદ કરવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ પેપર લીક કાંડમાં સૂર્યા ઓફસેટ ફરી ચર્ચામાં છે. 

fallbacks

સૂર્યા ઑફસેટમાંથી જ પેપર લીકની ગંગોત્રી વહે છે
પેપર કાંડમાં સૂર્યા ઑફસેટના માલિક મુદ્રેશ પુરોહિત પર સકંજો કસાતો જઈ રહ્યો છે. મુદ્રેશના કારનામાઓથી પેપર લીકનો સિલસિલો યથાવત છે. મુદ્રેશે 2015 માં રાજસ્થાનનું ક્લાસ 1-2 નું પેપર લીક કર્યું હતું. મુદ્રેશના સૂર્યા ઑફસેટમાંથી જ પેપર લીકની ગંગોત્રી વહે છે તે સાબિત થઈ ગયુ હતું. રાજસ્થાનની પેપર લીકની ઘટનામાં મુદ્રેશે કર્મચારીને બલીનો બકરો બનાવ્યો હતો. સૂત્રોનુ કહેવુ છે કે, કર્મચારીઓને આગળ ધરીને મુદ્રેશ છટકી જવામાં માહેર છે. સૂર્યા ઑફસેટના સુપરવાઈઝર કિશોર આચાર્યના પરિવારજનોએ દાવો કર્યો છે કે, અમને આમાંથી કોઈ પૈસા નથી મળ્યા. 

સૂત્રો પાસેથી મળતી માહિતીમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે. અત્યાર સુધી આ કેસમાં ગણ્યાગાંઠ્યા જ આરોપીઓ ઝડપાયા છે. પરંતુ આગામી સમયમાં વિશિષ્ટ કમિટીની રચના બાદ પેપરલીક કેસમાં 70થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી થશે. જેમાં પેપર ખરીદનાર સામે આકરામાં આકરા પગલા લેવાશે. 14થી વધુ આરોપીઓ પર ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો : ગુજરાતની આ મહિલા સરપંચની જીત પર તમને પણ ગર્વ થઈ જશે

પેપરકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ
તો બીજી તરફ, રાજકોટમાં પેપર લીક મામલે કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ ભેગા થઈ વિરોધ કર્યા હતા. માત્ર નાની માછલીઓને પકડવામાં આવી હોવાનો આરોપ કોંગ્રેસે મૂક્યો છે. સાથે જ રાજકોટ મનપાની પરીક્ષાના પેપર પણ સૂર્યા ઑફસેટમાં જ છપાયા હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળે લીધેલી 10 જેટલી પરીક્ષાના પેપર લીક થયાનો દાવો કરીને કોંગ્રેસ અસિત વોરાના રાજીનામાની માંગ કરી છે. 

આ પણ વાંચો : સરપંચની ચૂંટણીમાં ટેબલે તો ભારે કરી, આવું મતદાન જોઈને તો ચૂંટણીપંચ પણ ચક્કર ખાઈ જાય!

માત્ર નાની માછલીઓની ધરપકડ કરી સંતોષ માની લીધો 
ગૌણ સેવા પસંદગી મંડળના હેડ ક્લાર્કના પેપર લીકકાંડનો મામલે કોંગ્રેસ દ્વારા રાજકારણ શરૂ કરાયુ છે. કોંગ્રેસના પ્રદેશ નેતા ડો.હેમાંગ વસાવડાએ કહ્યું કે, પેપર લીકકાંડમાં ગુજરાત પોલીસની ઔકાત નથી કે મુખ્ય આરોપીને પકડી શકે. માત્ર નાની માછલીઓની ધરપકડ કરી સંતોષ માની લીધો છે. રાજકોટ મનપાની પરીક્ષાઓ પણ આજ એજન્સીના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયા હોવાની વિગતો જાણવા મળી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી 10 જેટલી પરીક્ષાઓના પેપર લીક થયા છે. તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે, કમલમથી ગૌણ સેવા સુધી આ પેપર લીકકાંડના તાર જોડાયેલા છે. ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ આસિત વોરા રાજીનામુ આપે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More