Home> Gujarat
Advertisement
Prev
Next

''મારા દાદા મને એમની પાસે બોલાવે છે'' બે પાનાની અંતિમ ચિઠ્ઠી મિત્રને મોકલી વડોદરા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ થયા ગુમ

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સોમવારે મોડી રાત્રે બે પાનાની અંતિમ ચીઠ્ઠી લખી મિત્રને વોટ્સઅપ કર્યા બાદ ગુમ થયા છે. જેને લઈ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ગુમ થયાની ફરીયાદ નોંધાવી પોલીસે હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરી છે.
 

 ''મારા દાદા મને એમની પાસે બોલાવે છે'' બે પાનાની અંતિમ ચિઠ્ઠી મિત્રને મોકલી વડોદરા પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ થયા ગુમ

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાના પાણીગેટ પોલીસ લાઇનમાં રહેતા અને મુળ બનાસકાંઠાના વતની અલ્પેશભાઇ ખોડાજી આશરે 5 વર્ષથી વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. અલ્પેશભાઇ પોતાના પરિવાર સાથે પોલીસ લાઇનમાં રહેતા હતા. જોકે થોડા સમય પહેલા જ તેમના પત્ની પોતાના ઘરે ગયા હોવાથી, તેઓ એકલા રહેતા હતા. સોમવારે અલ્પેશભાઇ પોતાની ફરજ પતાવી રાત્રે આશરે સાડા દસ વાગ્યાની આસપાસ પોતાના ઘરે આવ્યાં હતા. જોકે ઘરે આવ્યાં બાદ તેમણે મોડી રાત્રે પોતાના એક મિત્ર પ્રવિણભાઇને વોટ્સએપ પર બે પાનાની અંતિમ ચિઠ્ઠી મોકલી હતી. રાતના આશરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ આ અંગે પ્રવિણભાઇએ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા રાજેશ રાજપુતને આ અંગેની જાણ કરી હતી. પોતાના ભાઇની અંતિમ ચિઠ્ઠી અંગેની વાત જાણી રાજેશભાઇએ તાત્કાલીક આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇ ભેદી સંજોગામાં અંતિમ ચિઠ્ઠી લખી ગુમ થતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચ્યો છે.

fallbacks

હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઇની બે પાનાની અંતિમ ચિઠ્ઠી શબ્દશઃ
- પ્રવિણ મારા ભાઇ આ મેસેજ તને કરૂ છું કારણ કે, તું આ બાબતે મારા પરિવારને જાણ કરીશ ત્યારે કોઇ ઉતાવળ નઇ કરે અને તેમને સમજાવી શકીશ તેવી આશા છે.

- હું જ્યારે મારા ભાઇ ભમરના ઘરે આવ્યો અને દાદાને મળ્યો ત્યારે તેમણે મને ઇશારો કરેલ કે હવે તારે મારી પાસે આવવું પડશે પણ મેં ના પાડેલ અને તેમની પાસે થોડો સમય માંગેલ તો તેમણે મને કિધેલ કે, માદળીયું તું મને પાછું આપી દે એટલે હું તને થોડો સમય આપી દઇશ એટલે મેં તેમને માદળીયું આપી દિધેલ જે મને એમણે જ આપ્યું હતું તે માદળીયાથી જ મારૂ અસ્તીત્વ છે એ મારા દાદાને ખબર છે એટલે જ તેમણે તે પાછું માંગી લીધું

- હવે મારા દાદા મને એમની પાસે બોલાવે છે અને જો હું નઇ જવ તો તે મને તેમની પાસે આવવા મજબુર કરશે અને હું જેમને પ્રેમ કરૂ છું કે જેમના કારણે અહીં રહેવા માંગુ છું તેમનાથી મને દૂર કરશે અને તે મને તેમનાથી દૂર કરવા માટે તેમનો જીવ પણ લઇ શકે છે જેથી હું જાતે જ મારા દાદા પાસે જવ છું જે બાબતની જાણ કરવા આ તને મોકલું છું.

- હું દુનીયા છોડીને મારા દાદા પાસે જવ છું તેનુ કારણ કોઇ નથી હું ખાલી મારા દાદાના હુકમનું પાલન કરૂ છું. મારા ગયા પછી મને શોધવાની કોશીશ ના કરતા કારણ કે, મારૂ શરીર તમને કોઇને મળવાનું નથી તે જેનું છે તેની પાસે જ જશે અને મારા પરિવાર કે અન્ય કોઇનો મારા શરીર પર હક નથી ખાલી મારા દાદાનો છે.

- અને જતી વખતે ખાલી એક જ વાતનું દુખઃ છે કે મારી પત્ની કે જે મારા પરિવારથી જોડાઇને બવ પરેશાન થઇ છે તેનો સાથે હું ના આપી શક્યો જેથી હું ખુદને મારી પત્ની અને દિકરીનો ગુનેગાર માનું છું. મારી પત્ની એ એક સર્વશ્રેષ્ઠ પત્ની છે અને મને તેના પર ગર્વ છે. તેના માતા- પિતા એ તેને સારા સંસ્કાર આપ્યાં છે.

- મે લિધેલ પ્લોટ મારી દિકરીને આપી દેવો અને વડોદરા ખાતે પડી રહેલ બાઇક મારા પપ્પાને આપી દેવુ તથા વડોદરા ખાતે મારા રૂમમા પડી રહેલ અન્ય વસ્તુઓ કે જે તમામ પર મારી દિકરીનો અધિકારી છે તો તેને આપી દેવું

- મારા પર કોઇ ઉધારી નથી અને મેં લિદેલ લોન ભરવા માટે છેલ્લા 7 વર્ષથી ચાલી રહેલ મારી પોલીસી બંધ કરાવી તેમાથી આવતી રકમથી મારી લોન ભરી દેવી.

- મારા બનેવી રૂડાજીને કેજો કે તમારી પાસે પડી રહેલ મારી રકમને ક્યાંક સારી જગ્યાએ રોકાણ કરી તેમાથી આવતા મુનાપાને મારી ઘરે આપી દેવો અને જો મે લિધેલ લોન વિમો ક્લોઝ કરાવાથી મળેલ રકમ જો ઓછી પડે તો તમારી પાસેની રકમ લોનમાં ભરી લોન પુરી કરવી.

બીજુ પાનું
- મારી બહેનોથી માફી માંગુ છું કારણ કે, મારી જવાબદારી છોડીને જઇ રહ્યો છું અને મારા માતા-પિતાના બુઢાપામા એમની સેવા નહીં કરી શકું તેનું મને હમેશા દુખ રહેશે અને તેમને વિનંતિ કરૂ છુંકે, ખેતર વેચીને મામેરા કરી દેજો.

- પ્રવિણ તારા જેવો જ મારો એક બીજો ભાઇ કિરણ કે જે મારી પાસે 35 હજાર રૂપિયા માંગે છે તેને તારી પાસે મારા 10 હજાર છે તે અને આવતા મહિને મારા ખાતામાં જેટલો પણ પગાર પડે તે રકમ ભેગી કરીને કિરણને આપી દેજે અને તોંય ખુટે તો મારા બનેવી રૂડાજીને કેજે તે મદદ કરી દેશે

- હું મારા પરીવાર જેમાં મારી પત્ની, મારી દીકરી, મારા માતા-પિતા અને મારી બહેનોથી માફી માંગું છું પણ મારા દાદા બોલાવે એટલે મારા માટે જવું જરૂરી છે અને હા હું તેમની પાસે જવ છું મતલબ હું આ શરીરને છોડીને જવ છું તો મને ફરીથી મેળવવાની કોશીશ ના કરતા એવું સમજજો કે મારા દાદાને આપેલ તે માદળીયામાં જ મારૂ શરીર અને આત્મા છે.

- મારા બોસ સંગાડા સરનો હું હમેશા આભારી રહીશ તેમના દ્વારા આપેલ સલાહ અને સુચનથી મને ઘણું શીખવા મળ્યું છે અને તેમને મને કાલે સવાર માટે એક કામ આપ્યું હતુ તે હું નહીં કરી શકુ તેના માટે હું માફી માંગુ છું. સંગાડા સર બાબતે મારૂ પર્સનલી માનવુ એવું છે કે તે એક GREAT LEADER અને તે અત્યારે જે પોસ્ટ પર છે તેના કરતા તે ઘણું વઘારે DESERVE કરે છે.

- મારા દાદાએ મને કહ્યું છે કે, જો હું અત્યારે તેમની પાસે નહીં આવું તો તેઓ મારી પાસેથી પ્રેમ કરૂ છું અને જેમના લગાવના કારણે હું તેમની પાસે નથી જઇ રહ્યો તે બધાને મારાથી ધીમે ધીમે દૂર કરી દેશે તો મારૂ જવું જરૂરી છે હું કોઇને નુકશાન પહોંચાડવા નથી માંગતો.

- મારા ગયા પછી કોઇ મારી પત્નીને પરેશાન નહીં કરે અને એના પર ખોટા આરોપ નઇ નાખે એ એક ખુબ જ સંસ્કારી, સમજદાર અને નાદાન છોકરી છે અને મને તેના પર ગર્વ છે.

- મારા સાસરા પક્ષને એક વિનંતી છે હવે મારા ગયા પછી તમારી દિકરીને એક એવા ઘરમાં વળાવજો જ્યાં પરિવાર સારો હોય અને તેનું બધા ધ્યાન રાકે ફરીથી આવી ભૂલ ન કરતા.

- મારી છેલ્લી ઇચ્છા એવી છે કે, મારી પત્ની જીગી તું છેલ્લી વાર મારૂ કિધુ માનીને તારા માતા-પિતા તારા માટે જે સારૂ ઘર અને માણસ શોધે ત્યાં તુ જા અને ખુશ રેજે હું તારી સાથે ખુબ ગલત કર્યું છે મને માફ કરજે મને તારા પર ગર્વ છે તું મારી જીંદગીની સૌથી મોટી ઉપલબ્દી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More