ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ માં સારવાર દરમિયાન બે દર્દીઓ ના મોતનો મામલો વધુને વધુ ચર્ચાસ્પદ બનતો જાય છે. બન્ને મૃતક દર્દીઓના સ્વજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ હોસ્પિટલમાં દર્દીઓને કોઈ જરૂર ન હોવા છતાં બોગ, રીતે ઓન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી. સરકારી સહાયના કાર્ડમાંથી મળતી વીમાની રકમ લૂંટવા માટે આ પ્રકારનો હથકંડો ડોક્ટરોએ અપનાવ્યો હતો.
સમગ્ર મામલાને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અમદાવાદ શહેરની વસ્ત્રાપુર પોલીસે ખ્યાતિ હૉસ્પિટલ સામે ફરિયાદ દાખલ કરી છે. અમદાવાદના ખ્યાતિ કાંડના આરોપી ડૉક્ટર સંજયની રાજકોટમાં પણ છે હૉસ્પિટલ..ફરિયાદ દાખલ થયા બાદ તમામ ઓપરેશન કરાયા રદ..અત્યાર સુધીમાં ડૉ. સંજયે અનેક દર્દીઓના કર્યા છે ઓપરેશન...
ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે લેટેસ્ટ અપડેટ:
ઉલ્લેખનીય છેકે, ખ્યાતિ હૉસ્પિટલના બોગસ ઓપરેશન કાંડમાં પોલીસે હોસ્પિટલના ટ્રસ્ટી, સંચાલક અને ડોકટર સામે ગુનો દાખલ કરી ફરિયાદ નોંધી છે. આ ફરિયાદમાં 5 આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. કાર્તિક પટેલ , રાજશ્રી કોઠારી , પ્રશાંત વઝીરણી , સંજય પટોલિયા અને ચિરાગ રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે બેદરકારી, બોગસ દસ્તાવેજ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પાંચ આરોપી પૈકી ડોકટર પ્રશાંત વઝીરણીને પૂછ પરછ માટે પોલીસ સ્ટેશન હજાર રખાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે