ઝી મીડિયા/બ્યૂરો :આરોગ્ય વિભાગના સચિવ જયંતી રવિ આજે રાજકોટ પહોંચ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા સારુ કામ કરી રહ્યા છે. પરંતુ હજી પણ પગલા લેવા પડશે. જેથી કોરોના (Coronavirus) નું સંક્રમણ ઘટાડી શકાય. પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હવે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને તેના ડામવા માટે તંત્ર એક્ટિવ છે. કોવિડ 19ની તાસીર એવી છે કે, તે સંક્રમણથી ફેલાય છે. આપણે જોયું કે, કોરોના વાયરસ ચીનથી ફેલાઈને યુરોપ, ઈટલી, સ્પેન અળગ અળગ દેશોમાં ફેલાયું છે. અને ભારતમાં પણ પહોંચ્યું. છે. કોરોનાના કેસ સૌથી પહેલા વધે છે, અને બાદમાં તેના ઘટાડો થવાની શરૂઆત થાય છે.
તેમણે રાજકોટમાં કોરોનાના કેસની સ્થિતિ વિશે કહ્યું કે, રાજકોટમાં હાલ કોરોનાનો રાઈઝિંગ ટ્રેન્ડ છે. જે રીતે દોઢ મહિના પહેલા અમદાવાદ અમે સુરતમા કોરોનાના કેસ વધ્યા, તેમ અહી હવે વધવાની શરૂઆત થઈ છે. અમે ગાંધીનગરથી રાજકોટના ટૅન્ડને સતત નિહાળી રહ્યાં છીએ. રાજકોટમાં 990 એક્ટિવ કેસ છે, જેમાંથી શહેરમાં 730 અને ગ્રામ્યમાં 257 કેસ છે. રાજકોટમાં 30 થી વધુ ટકા લોકો હોમ આઈસોલેશનમાં છે. અમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સૂચવ્યા છે તેનાક રતા ચાર ગણા ટેસ્ટીંગ ગુજરાતમાં કરી રહ્યા છે. તેનું સફળ પરિણામ પણ મળ્યું છે. સફળ અમલીકરણથી મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, સુપરસ્પ્રેડર લોકોના તેમના વ્યવસાયને કારણે કોરોના સંક્રમણ વધુ ફેલાય છે. રાજકોટમાં અમે 6729 જેટલા સુપરસ્પ્રેડર્સને આઈડેન્ટીફાઈ કર્યાં છે. જેમાંથી 2325 લોકોને ઉધરસ, સામાન્ય તાવના લક્ષણો દેખાયા છે. ધન્વન્તરી રથ અને ડોર ટુ ડોર સર્વેલન્સ દ્વારા વધુ સંક્રમણ ફેલાતુ અટકાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે