Home> Gujarat
Advertisement
Prev
Next

પાણીપુરીનો ચટાકો રાખતા અમદાવાદીઓ સાવધાન, આ ફેમસ દુકાનોના નમૂના ખરાબ નીકળ્યા

પાણીપુરીનો ચટાકો કોને ન હોય. પાણીપુરીની દરેક લારીઓ પર ભીડ જામેલી હોય છે. આવામાં અમદાવાદીઓ તો પાણીપુરી (Pani puri) ની લારી પર તૂટી પડે છે. આવામાં જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો ચેતી જજો. અમદાવાદ (Ahmedabad) માં પાણીપુરીના રસિકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પાણીપુરીના જે સેમ્પલ લેવાયા હતા, તેના રિપોર્ટ (health) સારા આવ્યા નથી. 

પાણીપુરીનો ચટાકો રાખતા અમદાવાદીઓ સાવધાન, આ ફેમસ દુકાનોના નમૂના ખરાબ નીકળ્યા

ઝી મીડિયા/બ્યૂરો :પાણીપુરીનો ચટાકો કોને ન હોય. પાણીપુરીની દરેક લારીઓ પર ભીડ જામેલી હોય છે. આવામાં અમદાવાદીઓ તો પાણીપુરી (Pani puri) ની લારી પર તૂટી પડે છે. આવામાં જો તમને બહારની પાણીપુરી ખાવાનો ચટાકો હોય તો ચેતી જજો. અમદાવાદ (Ahmedabad) માં પાણીપુરીના રસિકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં પાણીપુરીના જે સેમ્પલ લેવાયા હતા, તેના રિપોર્ટ (health) સારા આવ્યા નથી. 

fallbacks

અમદાવાદ (Ahmedabad food) માં પાણીપુરી ખાતા પહેલાં 10 વખત વિચારજો. અમદાવાદમાં પાણીપુરીના સેમ્પલનો રિપોર્ટ સારો આવ્યો નથી. લારી પર વેચાતી પાણીપુરામાં પાણી તેમજ ગ્રીન ચટણીનો રિપોર્ટ આરોગ્ય માટે સારો હોવાનું જણાયુ નથી. પાણીમાં દૂષિત પાણીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. એટલુ જ નહિ પાણીપુરીની ચટણીમાં કૃત્રિમ કલરનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. મ્યુનિ. દ્વારા ગયા મહિને લીધેલા અલગ અલગ સેમ્પલમાં પાણીપુરીના પાણીના 3 નમૂના બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે. જ્યારે પાણીની બોટલના બે સેમ્પલ પણ બિનઆરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે.

કયા પાણીપુરીવાળાના કયા નમૂના ફેલ 

  • ભાવનાબેનની પાણીપુરી, કૃષ્ણાશ્રય ફ્લેટ, સેટેલાઇટ - મીઠી ચટણી
  • આર કે સકિશન, અસ્મી શોપિંગ, નવરંગપુરા - પાણીપુરીનું પાણી
  • જગદીશ શાહ પકોડી, નંદનવન-3, સેટેલાઇટ - પાણીપુરીનું પાણી
  • પાર્શ્વ સેલ્સ, જીએફએન્ડએફએફ, સરખેજ - પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર
  • એચએસ સેલ્સ, ઇદગા ચોકી પાસે, દરિયાપુર - પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર

અમદાવાદના આ તમામ પાણીપુરી સંચાલકો પાણીપુરીમાં ભેળસેળ કરતા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ (AMC) દ્વારા ગત મહિને દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મોટાપાયે અખાદ્ય ખોરાક વેચતા એકમો પર તવાઈ આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More