Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના 14 શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો, આ 5 શહેરો તો ભઠ્ઠીની જેમ શેકાયા

Heatwave Alert : રાજ્યમાં માર્ચથી જ આકાશમાંથી અગ્નિવર્ષા વરસવાનું શરૂ.... 14 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો.... નલિયામાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું....

ગુજરાતના 14 શહેરોમાં ગરમીનો પારો ઉંચકાયો, આ 5 શહેરો તો ભઠ્ઠીની જેમ શેકાયા

Gujarat Weather Forecast : ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ ગયા છે. હાલ ગુજરાતના અનેક શહેરો આગની જેમ શેકાતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરનાતા 14 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. તો 5 શહેરોમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. 38 ડિગ્રી સાથે નલિયા સૌથી વધુ ગરમ રહ્યું છે. 

fallbacks

રાજ્યમાં કાળઝાળ ગરમી આવી ગઈ છે. રાજ્યના તમામ શહેરોમાં તાપમાન ઉંચકાયું છે. રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પાર પહોંચ્યો છે. તો શિયાળામાં સૌથી વધુ ઠંડુ રહેતું કચ્છનું નલિયા શહેર ઉનાળામાં સૌથી વધુ ગરમ હોય છે. ગુજરાતમાં સૌથી વધુ તાપમાન નલિયામાં સૌથી વધુ 38.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આંકડા અનુસાર, રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી પાર નોંધાયું છે. રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવવાની આગાહી છે. 

અંબાલાલ પટેલની આગાહી : ગુજરાતમાં ફરી એકવાર આંધી સાથે વરસાદ આવશે

રાજ્યમાં 24 કલાકમાં નોંધાયેલ તાપમાનના આંકડા

  • અમદાવાદ 36.1 ડિગ્રી
  • ગાંધીનગર 36.0 ડિગ્રી
  • ડીસા  36.5 ડિગ્રી
  • વડોદરા 36.4  ડિગ્રી
  • અમરેલી 37.6 ડિગ્રી
  • ભાવનગર 33.6 ડિગ્રી
  • રાજકોટ 37.9 ડિગ્રી
  • સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી
  • પોરબંદર 36.5 ડિગ્રી
  • ભુજ  37.4 ડિગ્રી
  • નલિયા 38.0  ડિગ્રી
  • કંડલા 36.7 ડિગ્રી
  • કેશોદ 37.2 ડિગ્રી

આ વર્ષે ભીષણ ગરમીની આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે વર્ષ 2024 માં ભીષણ ગરમી પડવાની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની છે. 22 માર્ચ સુધીમાં મધ્ય ગુજરાતનાં ભાગોમાં 42 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. તો ગુજરાતના મહદ ભાગોમાં ગરમી પડવાની શક્યતા છે. જેમાં કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ ગરમી પડશે. 15 માર્ચથી ગરમમાં ક્ર્મશ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે. 

હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો મંદિર બંધ મળશે

કચ્છમાં ડેમ તળિયા ઝટક 
કચ્છ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ મોટા ભાગના ડેમો તળિયા ઝાટક થયા છે. જિલ્લામાં 20 જેટલા મધ્યમ સિંચાઇના ડેમો આવેલા છે જેમાંથી 3 ડેમમાં પાણીનો જથ્થો નહિવત છે. ત્યારે આગામી દિવસોમાં ઉનાળો આકારો બને તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ઉનાળામાં જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવું અત્યારથી લાગી રહ્યું છે. જિલ્લામાં આગામી સમયમાં ગરમીનો માહોલ વધશે ત્યારે જિલ્લાના મધ્યમ કક્ષાના 20 ડેમમાં હવે માત્ર 37.05 ટકા જેટલું જ પાણી છે.20 ડેમોમાં 123.12 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ હવે બાકી રહ્યો છે. જિલ્લામાં મધ્યમ સિંચાઇ યોજનાના 20 ડેમ આવેલા છે. છેલ્લા અઠવાડિયાથી ગરમીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે ભુજ તાલુકાના સૌથી મોટા ડેમમાં 5 ટકા જેટલું પાણી પણ નથી બચ્યું. આગામી સમયમાં ઉનાળાના પગલે પાણીની માંગમાં વધારો થશે પરંતુ ડેમની જળસંગ્રહ શક્તિમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 

લાખોના પગારની નોકરીની ઓફર, અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલમાં નીકળી નોકરી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More