Gujarat Weather : ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન એક્વિટ થયું છે, જેની મોટી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી છે. છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ત્યારે આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં હજી આજે પણ વરસાદની આગાહી છે. આજે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. પરંતું આવતીકાલથી ગુજરાતીઓ બૂમો પોકારી ઉઠશે તેવી ગરમી પડશે. આવતીકાલ 17 એપ્રિલથી ગુજરાતમાં કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઈ રહ્યા છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તો વડોદરામાં સૌથી વધુ 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 3 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ગુજરાતમા સોમવારે ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે જોઈ લો.
ક્ષત્રિયોએ સરકારને કહ્યું, પંજા પર આંગળી પડશે ત્યારે હાથ ધ્રુજશે, પણ સમાજહિત જરૂરી
ગુજરાત લોકસભાની ચૂંટણીમાં પાંચમાં પક્ષની એન્ટ્રી, હવે આપ બાદ ‘બાપ’ મેદાનમાં આવ્યું
આજથી ગરમીનો કહેર
આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે, 16 એપ્રિલથી આજથી રાજ્યમાં ગરમીનો કહેર જોવા મળશે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા છે. 18 એપ્રિલથી કચ્છ અને મધ્યપ્રદેશમાં વાદળો આવાની શક્યતાછે. તો વડોદરા, આણંદ અને અમદાવાદનું તાપમાન 42-43 ડિગ્રી રહેવાની શક્યતા છે. જેની અસર ગુજરાતનાં ભાગો ઉપર થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં હળવી પ્રિમોન્સૂન એક્ટિવિટી થઇ શકે છે. 27 એપ્રિલથી ગરમી વધતા મહત્તમ તાપમાન ફરી 43 ડિગ્રી ઉપર જવાની શક્યતા છે. જોકે, 10 થી 12 મેંમાં પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતા છે.
ચોમાસું સારું જશે તેની આગાહી
આકરી ગરમી વચ્ચે ચોમાસું સારુ જવાની આગાહી આવી છે. જે ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે. આગાહી મુજબ, આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા વધુ સારું રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું ખૂબ સારુ રહેશે. દેશમાં 104 થી 110 ટકા વરસાદ નોંધાશે. દેશમાં સરેરાશ 89 CM વરસાદ પડી શકે છે. ચાર મહિનાના ચોમાસામાં સરેરાશ 666.8 mm વરસાદ નોંધાવાની શક્યતા છે. દેશમાં ચોમાસું 1 જુન આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. તો ગુજરાતમાં સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાય તેવી આશંકા છે. અલનીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેશે.
ગુજરાતમાંથી પકડાયા સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા, પ્રખ્યાત મંદિરમાં છુપાયા હતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે