Home> Gujarat
Advertisement
Prev
Next

7 ઈંચ વરસાદથી છોટાઉદેપુરમાં પાણીની રેલમછેલ, હેરણ નદીમાં ઘોડાપૂર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, કવાંટમાં સવારથી બપોર સુધી 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઇ કવાંટ નગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો મામલતદાર કચેરી સંકુલમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને લઇ પરિસ્થિતિનો તાગ મેળવવા ખુદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓની ટીમ સાથે કવાંટનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે.

7 ઈંચ વરસાદથી છોટાઉદેપુરમાં પાણીની રેલમછેલ, હેરણ નદીમાં ઘોડાપૂર

જમીલ પઠાણ/છોટાઉદેપુર :છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આજે સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે, કવાંટમાં સવારથી બપોર સુધી 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઇ કવાંટ નગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો મામલતદાર કચેરી સંકુલમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદને લઇ પરિસ્થિતિનો તાગ મેળવવા ખુદ જિલ્લા કલેક્ટરે અધિકારીઓની ટીમ સાથે કવાંટનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે.

fallbacks

નવસારીમાં પૂરની સ્થિતિ : 29 લોકોને એરલિફ્ટ કરાયા, બોટ પલટી જતા NDRFના જવાન અને સ્થાનિક પાણીમાં તણાયા  
       
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ ને પગલે અનેક જગ્યાએ રોડ રસ્તાઓ ધોવાયા છે, તો કવાંટ કડીપાની રોડ ઉપર આવેલ નાળું વરસાદમાં ધોવાઈ ગયું છે. સવારથી કવાંટ માં સાત ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે ધોવાણ થયેલા વિસ્તારની ખુદ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક રૂબરૂ મુલાકાત લઇ સમીક્ષા કરી હતી અને યુદ્ધના ધોરણે થયેલા ધોવાણને પૂરવાની કામગીરી શરૂ કરવા અને તમામ સરકારી કર્મીઓને હેડ ક્વાટર નહિ છોડવા જિલ્લા કલેકટરે સૂચના આપી છે.

Photos : ગુજરાતના આ શિવમંદિરનો રોમાંચક ઈતિહાસ સંતોની સાથે એક હરણીના શિકારી સાથે પણ જોડાયેલો છે

કવાંટ તાલુકામાં સવારથી થઇ રહેલા મુશળાધાર વરસાદને પગલે પંથકના નદી-નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે કવાંટનાં અનેક વિસ્તારોમાં ચારેકોર પાણી પાણી જોવા મળી રહ્યું છે. તો સાથે પંથકની નદીઓ અને નાળાઓ પુલ ઉપરથી વહેવા લાગ્યા છે. ત્યારે કવાંટ પાસે આવેલ નાની ટીટીડ ગામમાંથી પસાર થતા કોતરમાં એકાએક આવેલ પાણીમાં કોતરના કિનારે મૂકેલ ટ્રેક્ટરની ટ્રોલી ત્રણ કિલોમીટર સુધી તણાઈ હતી અને નાળામાં આવી ફસાઈ ગઈ છે. પાણી ઓસરતા ગામ લોકો ટ્રોલીને કાઢવા માટે પહોંચ્યા છે.     

ભરૂચ : ભારે વરસાદમાં દિવાલ તૂટી પડતા 3 માસુમ બાળકીઓના મોત

છોટાઉદેપુરમાં વરસાદથી બોડેલી તાલુકામાંથી પસાર થતી હેરણ નદીમાં ઘોડાપૂર આવી ગયું છે. ચિખોદ્રા પુલ ઉપરથી નદીનો પ્રવાહ વહેતા રસ્તો બંધ કરાયો હતો. બોડેલીનો રાજવાંસણા આડબંધ ઓવર ફ્લો થયો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More