ઝી મીડિયા/બ્યૂરો :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે. શુક્રવારથી ઉત્તર ગુજરાતના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદથી સ્થિતિ બગડી રહી છે. તો ઉત્તર ગુજરાતની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે. રાજ્યમાં આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં 48 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો મહેસાણાના સતલાસણમાં બે જ કલાકમાં પોણા પાંચ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. અરવલ્લીના ભિલોડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પાટણના સિદ્ધપુરમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. આજે સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે.
લેટેસ્ટ અપડેટ મુજબ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ધરોઇના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને પગલે પ્રતિ સેકન્ડ 18055 ક્સુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમની સપાટી 604.95 ફૂટ પર પહોંચી ગઈ છે. હજી બે દિવસ ભારે વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવકની શક્યતા હાલ ડેમમાં 45.49 ટકા પાણી થયું છે.
અરવલ્લીની નદીઓમાં ઘોડાપૂર
ભારે વરસાદને પગલે અરવલ્લીની નદીઓમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. શામળાજી પાસે મેશ્વો નદીમાં ઘોડાપૂર આવ્યા છે. મેશ્વો ડેમમાં ૩૨૬૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેથી મેશ્વો ડેમની સપાટીમાં એક ફૂટનો વધારો થયો છે. હાલની ડેમની સપાટી ૨૧૦.૬૯ ફૂટ નોંધાઈ છે. તો ભિલોડાની હાથમતી અને બુઢેલી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ પેદા થઈ છે. પૂરની સ્થિતિથી નદી કિનારાના 20થી વધુ ગામોને સતર્ક કરાયા છે. જેથી જિલ્લા ક્લેક્ટર તલાટીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. ભિલોડા નગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ છે. નગરનો આકાશી નજારો સામે આવ્યો છે.
તો બીજી તરફ, મહેસાણામાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. મેઘા નક્ષત્રનું કાચું સોનુ આકાશમાંથી વરસી રહ્યું હોય તેવું મહેસાણાવાસીઓ અનુભવી રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં ક્યાંક ધીમી ધારે, તો કોઈ જગ્યા પર મુશળધારની સ્થિતિ પેદા થઈ છે. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં 5 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. જોકે, જિલ્લાના ખેડૂતો આ વરસાદથી ખુશખુશાલ છે. કારણ કે, જુવાર, બાજરી સહિત કપાસના પાકને આ વરસાદથી જીવનદાન મળશે. મહેસાણા જિલ્લાના વરસાદી આંકડા પર એક નજર કરીએ તો...
પાંચ અલગ-અલગ મુહૂર્તમાં આજે ગણપતિ સ્થાપના કરી શકાશે, ગુજરાતીઓએ ઘરમાં જ પરંપરા જાળવી
તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના ઉમરગામમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. તો આણંદ જિલ્લાના આણંદ, મહેસાણા જિલ્લાના મહેસાણા શહેર, કચ્છના લખતરમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારીના જલાલપુર, મહેસાણાના કડી અને જામનગરના લાલપુરમાં 3 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૦ તાલુકામાં ત્રણ ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 27 તાલુકામાં બે ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. રાજ્યના અક્ષર તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
ગુજરાતના આજના મહત્વના અપડેટ્સ....
વડોદરા : કોરોના પોઝિટિવ ભાઈ-બહેન હોમ ક્વોરેન્ટાઈનમાંથી ભાગ્યા, ફરિયાદ નોંધાઈ
ગણેશ પર્વને લઈને STની લોકોને ભેટ, આવતીકાલથી ગુજરાતમાં પ્રીમિયમ બસો દોડશે
‘CM અમારા છે એટલે ટિકીટ મળી જશે તેવા ભ્રમમાં ન રહેતા હતા...’ પાટીલની રાજકોટમાં સીધી વાત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે