Home> Gujarat
Advertisement
Prev
Next

Palanpur માં વહેલી સવારથી વરસાદની ધોધમાર એન્ટ્રી, ઠેર ઠેર લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ તો દાંતા (Danta) અને વડગામમાં (Vadgam) વરસાદી ઝાપટા પડ્યા હતા

Palanpur માં વહેલી સવારથી વરસાદની ધોધમાર એન્ટ્રી, ઠેર ઠેર લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી

અલ્કેશ રાવ/ બનસકાંઠા: સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ તો દાંતા (Danta) અને વડગામમાં (Vadgam) વરસાદી ઝાપટા પડ્યા હતા. વહેલી સવારથી જ પાલનપુરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Heavy Rain) થતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે સિઝનના પહેલા વરસાદમાં (Rain) જ લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતા (Water logged) પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની (Pre-monsoon operations) પોલ ખૂલી પડી છે.

fallbacks

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ બનાસકાંઠાના (Banaskantha) અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદનું (Rain) આગમન થઈ ગયું હતું. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં (Palanpur) ધોધમાર વરસાદ તો દાંતા (Danta) અને વડગામમાં (Vadgam) વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદની (Heavy Rain) ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

આ પણ વાંચો:- અમિત શાહે પ્રજા માટે ખુલ્લો મુક્યો વૈષ્ણવદેવી ફ્લાયઓવર, ટ્રાફિકની સમસ્યા થશે હળવી

ત્યારે વહેલી સવારથી પાલનપુર (Palanpur) સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે સતત બે અઢી કલાક વરસાદ (Rain) ખાબક્યો હતો. પાલનપુરના બ્રાહ્મણવાસ, હરિપુરા, મફતપુરા સહિતના નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા (Water Logged) હતા. વરસાદને પગલે ઘરોમાં ઘૂસ્તા પાણી બચાવવા લોકો વહેલી સવારથી જ બચાવ કામગીરી (Rescue operation) કરતા નજરે પડ્યા હતા.

આ પણ વાંચો:- મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન, મંત્રીમંડળનું વિસ્તરણ નહી થાય

જો કે, સિઝનના પહેલા વરસાદમાં જ લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠામાં પાલનપુરમાં સૌથી વધુ 97 મિમિ, વડગામમાં 65 મિમિ અને દાંતામાં 23 મિમિ વરસાદ નોંધાયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More