Home> Gujarat
Advertisement
Prev
Next

પાટણમાં અડધા કલાકમાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો, ઠેરઠેર પાણી ભરાયા

સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે પાટણમાં શનિવારે સાંજે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે 6 થી 6.30 દરમ્યાન 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે પાટણવાસીઓએ હાશકારો લીધો હતો. સર્વત્ર મેઘમહેર થતા લોકોમાં ખુશી છવાઈ હતી. 

પાટણમાં અડધા કલાકમાં 3 ઈંચ વરસાદ તૂટી પડ્યો, ઠેરઠેર પાણી ભરાયા

પ્રેમલ ત્રિવેદી/પાટણ :સૌરાષ્ટ્ર બાદ હવે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ મેઘમહેર થઈ છે. ત્યારે પાટણમાં શનિવારે સાંજે સાંજે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાંજે 6 થી 6.30 દરમ્યાન 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને કારણે પાટણવાસીઓએ હાશકારો લીધો હતો. સર્વત્ર મેઘમહેર થતા લોકોમાં ખુશી છવાઈ હતી. 

fallbacks

ગઈકાલે મોડી સાંજે પાટણ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાટણ જિલ્લાના પાટણ, ચાણસ્મા, હારીજ, શંખેશ્વર સહિત રાઘનપુર તાલુકામાં વરસાદી માહોલ છવાયો હતો. પાટણના રાજપુરા, અનાવાડા, અધાર, કુંણઘેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં હારીજ, અડીયા, બોરતવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચાણસ્મા શહેર તેમજ કમ્બોઈ રૂપપુર મહેમદપુર જેવા ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. શંખેશ્વરના રૂની કુવારદ, રણોદ, પાડલા સહિત ગ્રામ્ય વિસ્તારો, રાઘનપુરના કમાલપુર, સાતુંન, પેપળી, મહેમદાવાદ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. અતિશય ઉકળાટ બાદ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. 

પાટણ જિલ્લામાં 24 કલાક દરમ્યાન પડેલ વરસાદ

  • પાટણ 3 ઇંચ
  • ચાણસ્મા 19.મીમી
  • રાધનપુર 1.5 ઇંચ
  • સરસ્વતિ 1.5 ઇંચ
  • હારીજ 1 ઇંચ
  • શંખેશ્વર. 7 મીમી
  • સમી 7 મીમી
  • સાંતલપુર  10 મીમી
  • સિદ્ધપુર 9 મીમી

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ઇડરમાં 15 મીમી, પોશીનામાં 18 મીમી, પ્રાંતિજમાં 06 મીમી, ખેડબ્રહ્મામાં 18 મીમી અને વિજયનગરમાં 12 મીમી વરસાદ નોંધાયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More