Home> Gujarat
Advertisement
Prev
Next

આજે આ શહેરોમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી છે આગાહી

આજે આ શહેરોમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે કરી છે આગાહી
  • આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે
  • આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયુ છે. અનેક જિલ્લાઓમાં ગુરુવારથી ભારે વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે શુક્રવારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અમદાવાદ, બનાસકાંઠા, વડોદરા, વલસાડમાં ભારે વરસાદ ખાબકી શકે છે. 

fallbacks

આગામી ત્રણ દિવસ વરસાદ રહેશે 
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. વાતાવરણમાંથી ગરમી દૂર થઈ છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના અનુસાર, પશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપૂર્વ બંગાળની ખાડીમાં ટ્રો સર્જાયો છે. દક્ષિણ પાકિતાન અને તેની આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ બાબત દર્શાવે છે કે આગામી ૨-૩ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની આગેકૂચ થવા માટે સાનુકૂળ વાતાવરણ છે. 

વલસાડના દરેક તાલુકામાં વરસાદ 
આજે વહેલી સવારથી પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 12 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો, ઉમરગામમાં 2.71 ઈંચ, ધરમપુરમાં 13 mm, પારડીમાં 1.92 ઇંચ, વલસાડમાં 1.81 ઇંચ, વાપીમાં 22 mm વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદથી ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More