Gujarat Weather: ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી-પાણી કરી નાંખ્યા...શહેરનો સમુદ્ર બનાવી દીધા, સોસાયટીઓને સરોવરમાં ફેરવી નાંખી...અનેક જગ્યાએ ખેતરો જળબંબાકાર થઈ ગયા તો બજારોને બેટ બનાવી દીધી....પણ આતો ચોમાસામાં મેઘરાજાની પહેલી ઈનિંગ હતી...હવે બીજી ઈનિંગમાં મેઘરાજા ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલે કરી છે...ત્યારે ક્યાં કેવો રહેશે વરસાદ?...જુઓ આ અહેવાલમાં....
તો કંઈક આવી ધુંઆધાર બેટિંગ ચોમાસામાં મેઘરાજાએ અત્યાર સુધી કરી છે. અને હજુ તેઓ અણનમ છે...મેઘમહેર કહો કે મેઘતાંડવ?, મેઘરાજા ખમૈયા તો નથી જ કરવાના...ઉપરથી ડબલ પ્રહાર સાથે આગામી પાંચ દિવસ ત્રાટકવાના છે. અને તેની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ જ નહીં, જાણિતા આગાહીકાર અંબાલાલ પટેલ પણ કહી રહ્યા છે કે હવે વારો સૌરાષ્ટ્રનો છે...દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદ આવવાનો છે...દક્ષિણ ગુજરાતમાં પણ વધુ એક વિસ્ફોટ ઈનિંગ મેઘરાજા રમવાના છે...જેમાં નવસારી, સુરત, ભરૂચમાં મુશળધાર મેઘો તુટી પડવાનો છે..
દ્વારકા, પોરબંદર, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી
ચોમાસાની આતો પહેલી ઈનિંગ છે, અને પહેલી ઈનિંગમાં જ બધુ પાણી પાણી થઈ ગયું...આગામી 5 દિવસ પણ મેઘરાજા ટ્વેટી-ટ્વેટી જેવી ધમાકેદાર ઈનિંગ રમે તે નક્કી છે...તો ફરી પાણીના પ્રચંડ પ્રહારનો સામનો કરવા માટે તૈયાર થઈ જજો...
આ પણ વાંચોઃ plane crash: અત્યાર સુધી 260 મૃતદેહો સોંપાયા, 254ની DNA તો 6ની ચહેરાથી ઓળખ થઈ
પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, મધ્યપ્રદેશ ઉપર બનેલું સાયકલોનિક સર્ક્યુલેશન હાલ પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે તે ખૂબ મજબૂત છે. તેનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે. જેને કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો બીજા વિસ્તારોમાં પણ સારા એવા વરસાદ નોંધાઈ શકે છે. અંતે ઓલઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ છે અને આવનારા ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 27 જૂનથી વરસાદની તીવ્રતા વધશે. મધ્યપ્રદેશ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે ધીમે ધીમે ગુજરાત પરથી પસાર થવાનું છે. આ સર્ક્યુલેશન કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. મધ્યગુજરાતમાં થઈ કચ્છ તરફ આગળ વધીને અરબ સાગર અને પાકિસ્તાનમાં જશે. જેને કારણે વરસાદની તીવ્રતા વધી છે. હાલ સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતા ઓછી હતી, તે તીવ્રતા થોડી વધી છે. 28 અને 29 જૂનના રોજ કચ્છ. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વરસદાની તીવ્રતા વધશે. સરેરાશ 2 ઇંચથી 4 ઇંચ સુધી, તેમજ મોટા ભાગના વિસ્તારોમાં 5થી 7 ઇંચ સુધી વરસાદ પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે