બનાસકાંઠાઃ ભારે વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાઈ ગયો છે..અને મુશ્કેલીમાં મુકાયા છે ડીસા તાલુકાના ખેડૂતો...બે દિવસ બાદ પણ ખેતરોમાંથી વરસાદી પાણી નથી ઓસર્યા...ખેડૂતોના ખેતરમાં કમરસુધી વરસાદી પાણી ભરાઈ જતા પાકને થયો છે સંપૂર્ણ નાશ...ત્યારે શું છે સ્થિતિ....અને કેવી છે ખેડૂતોની સમસ્યા....જોઈએ આ અહેવાલમાં...
આ દ્રશ્યો નદી કે તળાવના નથી પરંતુ આ દ્રશ્યો છે ખેતરમાં ભરેયેલા વરસાદી પાણીના. તો આકાશી દ્રશ્યો પરથી એવું સાબિત થઈ રહ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે કેવો વિનાશ વેર્યો હશે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી....લોકોના ખેતરોમાં એવા તો વરસાદી પાણી ભરાઈ ગયા છે કે લોકોને ઘરની બહાર નિકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
રવિવારે ડીસા તાલુકાના દામા, રામપુરા, લક્ષ્મીપુરા, જેનાલ અને વરણ ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો...જેના કારણે મોટા ભાગની જમીન પૂરમાં તરબોળ થઈ ગઈ છે...ખેતરોમાં કમર સુધીના પાણી ભરાઈ જતા ખેડૂતોના પાક સંપૂર્ણ રીતે બદબાદ થઈ ગયો છે.
આ પણ વાંચોઃ ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ વર્ષમાં બીજીવાર ખાતરના ભાવમાં વધારો કર્યો
વરસાદે વિરામ લેતા તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ,ભારે વરસાદને લઈને ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાયા છે.. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.. ખેતરોમાં ઉભેલો મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે..કેમ કે ખેડૂતોએ વ્યાજે રૂપિયા લાવીને મગફળીનું વાવેતર કર્યું હતુ..અને વધુ ઉપજ થશે તેવી આશા હતી....જો કે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.
વરસાદને કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળે છે...ખેતરો હજુ પણ ડૂબી ગયા છે. જેના કારણે પાક સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયો છે..ત્યારે ખેડૂતોની માંગ છે કે નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ત્યાર બાદ વળતર ચુકવવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે