Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વધ્યો ગરમીનો પ્રકોપ, અમદાવાદ 43 ડિગ્રી સાથે હોટેસ્ટસીટી

રાજ્યભરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું. 

ગુજરાતમાં વધ્યો ગરમીનો પ્રકોપ, અમદાવાદ 43 ડિગ્રી સાથે હોટેસ્ટસીટી

જાવેદ સૈયદ/અમદાવાદ: રાજ્યભરમાં ગરમીનો અસહ્ય પ્રકોપ વધી રહ્યો છે. જેના કારણે જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચી જતાં અમદાવાદ રાજ્યનું હોટેસ્ટ શહેર નોંધાયું હતું. 

fallbacks

આકાશમાંથી આગના ગોળા વરસતા હોય તેવી વિષમ સ્થિતિ વચ્ચે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઊઠયા હતા. હવામાન વિભાગ દ્વારા લોકોને સાવધ કરાયા છે કે, કામ સિવાય બપોરના સમયે બહાર નીકળવું નહીં. તેમજ ચક્કર આવવા કે હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તુરંત 108 એમ્બ્યુલન્સ કે, નજીકના તબીબનો સંપર્ક કરવા માટે જણાવાયું છે.

અમેરેલી: ગરમીથી ત્રાહિમામ થયેલા સિંહોના કૃત્રિમ પાણીના પોઇન્ટ પર ધામા

અમદાવાદ ઉપરાંત ગ્રીન સિટી ગાંધીનગર પણ 41.1 ડિગ્રીમાં શેકાઈ ઊઠયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હેઠળ આગામી તા.૧૪-૧૫મી એપ્રિલ દરમિયાન ઉત્તર ગુજરાત, અમરેલી, વડોદરા સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે. આ સમયમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More