IMD India Meteorological Department Alert : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યના 104થી વધુ તાલુકાઓમાં જમાવટ કરી છે. સોમવારે લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો, તો અમદાવાદમાં પણ ધમાકેદાર બેટિંગ કરી છે. હવે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતને વરસાદ ધમરોળશે. આ સાથે જ આ સપ્તાહની નવી આગાહી આવી ગઈ છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે. તો પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ખેડાના મેમદાબાદમાં 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં 2.5 ઇંચ વરસાદ આવ્યો છે. ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આમ, સોમવારે રાજ્યના 42 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
અમેરિકામાં ગુજરાતીની હત્યા : મોટલ માલિકને સ્થાનિકે પંચ મારીને મોતને ઘાટ ઉતાર્યા
હવામાન વિભાગના ડો.રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે. તેથી દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 7 દિવસની આગાહી પર નજર કરીએ તો, આજે બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે.
11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા
15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા
17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા
નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે