Home> Gujarat
Advertisement
Prev
Next

આઈફોનવાળી હીના વિશે કથાકાર જિગ્નેશદાદાએ પ્રવચનમાં પણ કર્યો ઉલ્લેખ

આઈફોનવાળી હીના વિશે કથાકાર જિગ્નેશદાદાએ પ્રવચનમાં પણ કર્યો ઉલ્લેખ
  • જાણીતા કથાકાર જિગ્નેશદાદાએ પણ પોતાના પ્રવચનમાં હીનાના જબરા શોખનો ઉલ્લેખ કર્યો
  • પ્રવચનમાં કહ્યું કે, મીડિયીમાં નવુ વાયરલ થયું છે. આપણી માનસિક વૃત્તિ ક્યાં જઈને ઉભી રહી છે

ઝી મીડિયા/બ્યૂરો :સોશિયલ મીડિયા પર હાલ હીનાનો જબરો શોખ ટ્રેન્ડ ( heena audio viral ) થઈ રહ્યો છે. હીના નામની યુવતીના આઈફોન માંગવાની ડિમાન્ડને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હીના નામની યુવતી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ ગઈ છે. હીના નામની યુવતીની આઈફોનની માંગણી પર તેની બહેન અને સાસરી પક્ષના લોકો સાથે થયેલી ચર્ચાની લોકો મજાક ઉડાવી રહ્યાં છે. હાલ સોશિયલ મીડિયા ( social media ) માં ઓડિયો વાયરલ થયો છે. પરંતુ હીનાના જબરા શોખનો ઓડિયા વાયરલ થતા જ તેના મીમ્સ ફરતા (memes viral) થયા છે. એટલુ જ નહિ, હવે લોકો હીનાના જબરા શોખની જાહેરમાં ચર્ચા કરતા થયા છે. જાણીતા કથાકાર જિગ્નેશદાદાએ પણ પોતાના પ્રવચનમાં હીનાના જબરા શોખનો ઉલ્લેખ કર્યો હતો. જિગ્નેશદાદાનો આ video પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

fallbacks

કથાકાર જિગ્નેશદાદાએ હીનાનું નામ લઈને શું કહ્યું...?

જાણીતા કથાકાર જિગ્નેશદાદા (jignesh dada) એ પોતાના એક પ્રવચન કાર્યક્રમમાં કહ્યું હતું કે, મીડિયીમાં નવુ વાયરલ થયું છે. આપણી માનસિક વૃત્તિ ક્યાં જઈને ઉભી રહી છે. ભારતવર્ષમાં હાલ નવી દિવાળી સર્જાઈ રહી છે. રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જીવન કેવુ જીવવુ તેનું મોટુ ઉદાહરણ અહીં મળી રહ્યું છે. પરંતુ આપણી માનસકિતો જુઓ, સગાઈમાં એમઆઈનો ફોન આપ્યો તો સગાઈ તોડી નાંખી. આ એક વાસ્તવિક ઘટના છે. અને કારણ આપ્યુ કે છોકરીની બહેન છોકરીના સસરા સાથે વાત કરી કે, તમે એમઆઈનો ફોન આપ્યો તેમાં મારી બહેનની આબરુ શું. શૈલેષભાઈ સગપરિયાએ લખ્યું છે કે, જો એમઆઈનો ફોન હાથમાં રાખવાથી આબરુ ન થતી હોય તો ડો અબ્દુલ કલામ અને રતન ટાટા પાસે સાવ ફોન હતા, તો શું તેઓ આબરુ વગરના હતા. અમારી દીકરીએ જે વસ્તુ પર હાથ મૂક્યો તે અમે લઈ આપી છે. અમે ક્યારેય ના નથી પાડી. તેનો અર્થ તો એવો જ થયો ને. એ સંવાદમાં સૌથી વધુ વાત મને ગમી હોય તો એ છોકરાની માતાએ આપેલો જવાબ છે. તેમણે કહ્યું કે, અમે આ સંબંધ અહી ઉભો રાખી દઈએ. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારી દીકરીને ખૂબ સુખી સંપન્ન ઘર મળે અને તેની દરેક ઈચ્છા પૂરી થાય. પણ અમે આ સંબંધને અહી પૂર્ણવિરામ આપીએ છીએ.  

આ પણ વાંચો : આઈફોન માંગનારી હીનાનો ઓડિયો થયો વાયરલ, memes તો તેના કરતા પણ ચઢિયાતા છે

fallbacks

હાલ સોશિયલ મીડિયા પર હીનાનો જબરો શોખ હાસ્યનું પાત્ર બન્યો છે. તેના memes માં લોકોમાં ફરી રહ્યા છે. જેમાં લોકો કહી રહ્યાં છે, એમઆઈએ ઘર તોડાવ્યું. લોકો હીનાની ડિમાન્ડ અને અને હીનાની બહેનની વાતો સાંભળીને પેક પકડીને હસી રહ્યાં છે. ત્યારે જુઓ સોશિયલ મીડિયા પર હીનાના મોંઘાદાટ ફોનની ડિમાન્ડના કેવા મીમ્સ બન્યા છે. 

fallbacks

જેમ ‘સોનમ ગુપ્તા બેવફા હૈ....’ ડાયલોગ વાયરલ થયો હતો, તેમ હાલ સોશિયલ મીડિયા પર હીનાનો ઓડિયો વાયરલ ( audio viral ) થયા બાદ ‘અમારી હીના જરાક શોખીન છે...’ વાયરલ ( video viral ) થયું છે. મીમ્સમાં ચર્ચા થઈ રહી છે કે, આઈફોને તોડી હીનાની સગાઈ

આ પણ વાંચો : મગરના માથા પર હાથ ફેરવીને વાતો કરી, વાયરલ થયો જાંબાજ કાકાનો Video 

fallbacks

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી ઓડિયો ક્લિપ ( heena audio ) માં એક 10 મિનિટની અને બીજી 4 મિનિટની છે. દીકરી-દીકરાના માતા-પિતાને અને સમાજ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.  

fallbacks

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More