Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં હવે સાયન્સ સિટીથી પણ હેલિકોપ્ટર રાઇડ્સ શરૂ થશે, સરકારની તૈયારી શરૂ

શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણે તેના માટે સાબરમતી રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સુધી જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. જો કે માર્ચ 2022થી સાયન્સ સિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવી શકે છે.

અમદાવાદમાં હવે સાયન્સ સિટીથી પણ હેલિકોપ્ટર રાઇડ્સ શરૂ થશે, સરકારની તૈયારી શરૂ

અમદાવાદી : શહેરીજનો હેલિકોપ્ટરમાં બેસીને એરિયલ વ્યૂની મજા માણે તેના માટે સાબરમતી રિવરફ્રન્ટથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સુધી જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. જો કે માર્ચ 2022થી સાયન્સ સિટીથી થોળ અને અદાણી શાંતિગ્રામ તરફની જોય રાઈડ શરૂ કરવામાં આવી શકે છે.

fallbacks

એરોટ્રાન્સ એર ચાર્ટર સર્વિસ પૂરી પાડતી કંપનીના ડાયરેક્ટર જણાવ્યું કે, અત્યારે સાબરમતી રિવરફ્રન્ટથી જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. જેમાં દર શુક્રવારે અને શનિવારે રાઈડ ચાલે છે. જેને નાગરિકોનો પુરો સપોર્ટ મળી રહ્યો છે. ગત જાન્યુઆરી મહિનામાં પણ તમામ રાઈડ્સ ફૂલ હતી. જેમાં 600 લોકોએ આ જોય રાઈડની મજા માણી હતી. 

આગામી માર્ચ મહિનાથી સાયન્સ સિટીથી નવો રૂટ શરૂ કરવાનું અમે આયોજન કરી રહ્યા છીએ. જેના માટે ATC પરમિશન વગેરેની પ્રક્રિયા ચાલી રહી છે. ઝડપથી આ રૂટ શરૂ થશે, જેમાં એક દિવસ રિવરફ્રન્ટ અને એક દિવસ સાયન્સ સિટીથી ચાલશે. લોકોના ઉત્સાહને ધ્યાને રાખીને ભવિષ્યમાં વધારે રૂટ્સની પણ શરૂઆત કરવામાં આવશે. 

અમારી પાસે નાના જેટ્સ છે, જેના થકી ક્લાયન્ટ્સ દેશના કોઈપણ ખૂણે પ્રવાસ કરી શકે છે. ટૂંકા અંતરની મુસાફરી માટે અમારી પાસે સ્મોલ પિસ્ટન એન્જિન એરોપ્લેન્સ અને ટર્બોપ્રોપ એરોપ્લેન્સ છે. ધાર્મિક સ્થળોએ પહોંચવા માટે, નવરાશની પળોમાં મુસાફરી માટે અને રજાઓ માણવા માટે અમારી પાસે એરોપ્લેન્સ છે. આ સ્થળોમાં ભુજ, દમણ, દીવ, કેશોદ, માંડવી, પોરબંદર, આબુ રોડ, રણથંભોર, ઉદયપુર, ઉજ્જૈન, શિરડી, ખજૂરાહો વગેરેનો સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More