રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં આજથી મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગુ કરાયો છે. જેમાં સવારથી જ ગુજરાતના તમામ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ (traffic Police)નો સ્ટાફ ઉભા રહીને લોકોને કાયદાનું ભાન કરાવી રહ્યાં છે. આજે બપોર સુધી રાજ્યના ટ્રાફિક વિભાગોએ લાખોનો દંડ વસૂલ્યો છે. વારંવાર સૂચનાઓ છતાં લોકો પકડવા પર પોતાનો લુલ્લો બચાવ કરી રહ્યાં છે. અનેક લોકો દંડ ન ભરવા માટે બહાના બનાવી રહ્યાં છે, તો કેટલાક ટ્રાફિક પોલીસની નજરે ન ચઢે તે માટે વિવિધ તરકીબો અપનાવી રહ્યાં છે. તો કેટલાકે આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે રાજકોટ (Rajkot)માં અજીબોગરીબ રીતે ટ્રાફિક નિયમ (Traffic Rules)ના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે.
રાજકોટ : ISI માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા
રાજકોટ શહેરમાં હેલ્મેટ કાયદાનો અનોખો વિરોધ કરાયો છે. રાજકોટ શહેરના કાલાવડ રોડ પર એક વાહનચાલક માથામાં હેલ્મેટને બદલે તપેલી પહેરી નીકળ્યો હતો. આમ, હેલ્મેટના બદલે તપેલી પહેરી આ શખ્સે પોલીસની કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો. તો બીજી તરફ જેતપુરમાં પણ એક વૃદ્ધ દ્વારા હેલ્મેટના બદલે માથે તપેલી પહેરવામાં આવી હતી. તેઓએ પણ વિરોધના ભાગરૂપે માથા પર તપેલી પહેરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજકોટના શખ્સોનું તપેલીથી વિરોધ દર્શાવતો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. તો બીજી તરફ, ગુજરાતનું ટ્રાફિક વિભાગ એટલી જ સાવચેતીથી નિયમોનું પાલન કરાવી રહી છે. સાથે જ લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે અવેરનેસ આવે તે માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે.
આજથી કયા નિયમો લાગુ પડશે
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે