Home> Gujarat
Advertisement
Prev
Next

હિંમતનગરમાં કરિયાણાની દુકાનમાં વહેલી સવારે મોટી દુર્ઘટના; આગથી લાલચોળ શટર તોડાયું, કાબૂ મેળવાયો

બે માળની ઉમિયા કિરાણા સ્ટોર્સમાં આગ એટલી વિકરાળ બની હતી કે જેસીબી વડે દુકાનના શટરને તોડવામાં આવ્યું હતું અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યું નથી..

હિંમતનગરમાં કરિયાણાની દુકાનમાં વહેલી સવારે મોટી દુર્ઘટના; આગથી લાલચોળ શટર તોડાયું, કાબૂ મેળવાયો

શૈલેષ ચૌહાણ/ સાબરકાંઠા: વહેલી સવારે હિંમતનગરના નવા બજાર વિસ્તારમાં કરિયાણાની દુકાનમાં આગ ફાટી નીકળી છે. બે માળની ઉમિયા કિરાણા સ્ટોર્સમાં આ દુર્ઘટના બની છે, જેમાં ભયંકર આગ લાગતા દુકાનના શટર લાલ ચોળ થયા હતા. ત્યારબાદ જેસીબી વડે દુકાનના શટર તોડી પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરાઈ હતી. ત્યારબાદ બી ડિવિઝન પોલીસ અને ફાયર ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ આગને કાબૂમાં મેળવવા માટે ત્રણ ફાયર ફાયટરનો ઉપયોગ કરાયો હતો. એક કલાકથી આગ બુઝાવવાની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ આગ લાગવાનું કારણ હજું અકબંધ છે.

fallbacks

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે હિંમતનગર નવા બજાર વિસ્તારમાં ઉમિયા કિરાણા સ્ટોર્સમાં વહેલી સવારે કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. જોતજોતામાં કરિયાણાની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જ્વાળાઓ આખી દુકાનમાં પ્રસરી ઉઠી હતી અને દુકાનમાં સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જેસીબી વડે દુકાનના શટર તોડી આગ પર કાબુ મેળવાયો હતો.

ગુજરાતમાં હિલ સ્ટેશન જેવું આહ્લાદક વાતાવરણ; સાબરમતી નદી પર આહલાદક વાતાવરણ

નોંધનીય છે કે, બે માળની ઉમિયા કિરાણા સ્ટોર્સમાં આગ એટલી વિકરાળ બની હતી કે જેસીબી વડે દુકાનના શટરને તોડવામાં આવ્યું હતું અને ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યું નથી પરતું આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More