Home> Gujarat
Advertisement
Prev
Next

વિધર્મી યુવતી સાથે લગ્ન કરતા હિન્દુ યુવકને મળ્યુ મોત, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ

હિતેશના લગ્ન 10 માર્ચ 2022 ના રોજ અન્સારી આફરીનબાનુ સાથે થયા હતા. બંનેને પ્રેમ થતા પરિવારને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પરિવારને જાણ કરી હતી

વિધર્મી યુવતી સાથે લગ્ન કરતા હિન્દુ યુવકને મળ્યુ મોત, પરિવારે કર્યો હત્યાનો આક્ષેપ

સપના શર્મા, અમદાવાદ: અમદાવાદમાં સાબરમતી નદીમાંથી 37 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પરિવારનો આક્ષેપ છે કે વિધર્મી યુવતી સાથે લગ્ન કર્યા હોવાથી તેમના દીકરાની હત્યા કરી દેવામાં આવી છે. યુવકનું નામ હિતેશ રાઠોડ છે અને તેના ગળાના ભાગે છરીથી ઘા કરાયા હોવાના નિશાન મળી આવ્યા છે.

fallbacks

હિતેશના લગ્ન 10 માર્ચ 2022 ના રોજ અન્સારી આફરીનબાનુ સાથે થયા હતા. બંનેને પ્રેમ થતા પરિવારને જાણ કર્યા વગર જ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ પરિવારને જાણ કરી હતી. ડીકેબિન વિસ્તારમાં ગેરેજમાં કામ કરતા હિતેશના માતા પિતા બાળપણમાં જ ગુજરી ગયા હતા. હિતેશ તેના નાના ભાઈ સાથે રહેતો હતો. પરિવારમાં વડીલ તરીકે તેના મોટા પપ્પા અને તેમનો પરિવારનો જ સાથ હતો.

આ પણ વાંચો:- MBA અને MCA ના અભ્યાસ માટે આ તારીખથી શરૂ થશે પ્રવેશ કાર્યવાહીનો બીજો રાઉન્ડ

લગ્ન વિશે હિતેશે ઘરમાં જાણાવતા પરિવારના સભ્યોએ આફરીનનો સ્વીકાર કર્યો હતો. હિતેશની પિતરાઈ બહેન હેતલે જણાવ્યું હતું કે, હિતેશને અગાઉ લગ્ન પહેલા ધર્મ પરિવર્તન કરી લેવા માટે સાસરી પક્ષેથી કહેવામાં આવ્યું હતું. પરંતુ હિતેશે તેમને ના પાડી હતી. આ ઉપરાંત પણ હિતેશના દાદીને આફરીનના ભાઈ અને તેના મિત્રોએ આવીને ધમકી પણ આપી હતી કે હિતેશ અને આફરીન ક્યાં છે તે જણાવે.

આ પણ વાંચો:- નવરાત્રિમાં આ વખતે US નહીં પણ ગુજરાતમાં ધમાલ મચાવશે કિર્તીદાન, જાણો શું છે પ્રોગ્રામ

હેતલે ZEE 24 કલાક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે આફરીનને શોપિંગ માટે મૂકીને પરત ફરી રહ્યો હતો. ત્યાર પછી તેનો કોઈ પત્તો ન લાગ્યો. હિતેશના મિત્રએ અમને ફોન કરી જણાવ્યું હતું કે, હિતેશનો પાંચ કલાકથી સંપર્ક થઈ રહ્યો નથી. તેથી અમે પોલીસમાં ફરિયાદ લખાવી છે. તપાસમાં હિતેશનું ટુ વ્હીલર દુધેશ્વર બ્રીજથી મળી આવ્યું હતું અને સવારે તેની લાશ નદીમાંથી મળી આવી હતી. જોકે, આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, હિતેશન લાશ પોસ્ટમાર્ટમ માટે મોકલાવી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More