જાવેદ સૈયદ/અમદાવાદ :અમદાવાદમાં ઘોડાસર ચાર રસ્તા પાસે BRTSની બસે એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો છે. 23 દિવસમાં અમદાવાદમાં BRTSની બસનો આ બીજો અકસ્માત (BRTS Accident) અને ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં અમરાઇવાડીના 35 વર્ષીય જયકુમાર ચૌહાણનું મોત થયું છે. સ્થાનિક પ્રત્યક્ષદર્શીના દાવા પ્રમાણે રાત્રે BRTS બસે એક્ટિવા ચાલક યુવકને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. ત્યારે આ અકસ્માત મામલે સૌથી મોટો સવાલ એ છે કે, આ અકસ્માત BRTS બસે સર્જયો કે ફોર્ચ્યૂનર કાર (fortuner car)માં સવાર નબીરાએ... બંને દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું છે કે BRTS બસે ટક્કર મારતાં એક્ટિવાચાલક નીચે પટકાયો હતો. તેના પછી યુવક પરથી એક કાર પસાર થઈ. અમદાવાદ J ડિવિઝન પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
ગઈકાલે રાત્રે ઘોડાસર ચાર રસ્તા પાસે BRTS રૂટમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. એક્ટિવા ચલાવતા યુવકને ટક્કર મારતા અકસ્માત થતા તેનું મોત નિપજ્યું છે. જો કે BRTS બસ કે ફોર વહીલર ચાલકે અકસ્માત સર્જ્યો છે તે મામલે હાલ પોલીસ પણ અસમંજસમાં છે. પોલીસને નજરે જોનાર સાક્ષીએ જણાવ્યું છે કે BRTS બસે ટક્કર મારતા એક્ટિવાચાલક નીચે પટકાયો હતો. હાલ જે ડિવિઝન પોલીસે નિવેદન અને ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે.
6 મહિનામાં બીજી વાર Amulએ દૂધના ભાવમાં વધારો કર્યો, આજથી વધુ રૂપિયા ચૂકવવા તૈયાર રહો
અમરાઇવાડીના રહેવાસી 35 વર્ષના યુવાન નામે જયકુમાર ચૌહાણ એક્ટિવા લઈને BRTS રૂટમાં જતા હતા, ત્યારે BRTS બસ અથવા કારચાલકેની પાછળથી ટક્કર વાગતા એક્ટિવા ચાલક જયકુમાર ઉછળી પટકાતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ જણાવ્યા મુજબ BRTS બસે પાછળથી ટક્કર મારી હોય અને સામેથી આવતા કારચાલકે અડફેટે લઈ લીધો હોય શકે જેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે