Gujarat Flood Alert : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પૂરનું સંકટ ઉભુ થયું છે. આખેઆખા જિલ્લાઓ પાણીમાં ગરકાવ થયા છે. હજી પણ આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. મધ્ય પ્રદેશમાં નિર્માણ પામેલ ડીપ ડિપ્રેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. 26, 27 અને 28 મી ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં આવતી કાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે. જેને લઈ પ્રાથમિક શાળાઓમાં આવતીકાલે જાહેર રજા આપવા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ-વડોદરાની શાળા-કોલેજમાં રજા જાહેર
ભારે વરસાદને પગલે વડોદરામાં ભારે વરસાદના કારણે આવતીકાલે 27 ઓગસ્ટ, 2027 ના રોજ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારી આર આર વ્યાસે આ જાહેરાત કરી છે. સ્કૂલ સંચાલકોને પરિપત્ર મોકલી સ્કૂલમાં રજા આપવા સૂચના અપાઈ છે. આવતીકાલે પણ વડોદરામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તો વરસાદને લઇ શાળાઓને સૂચના અપાઈ છે. અમદાવાદની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય DEO એ શાળાઓને સૂચના અપાઈ. જો આગામી દિવસોએ પણ વરસાદની શક્યતા રહેશે તો ફરી રજા જાહેર થવાની શક્યતા છે.
અમદાવાદથી ખતરનાક વરસાદી સિસ્ટમ 150 કિલોમીટર દૂર, ત્રાટકી તો અમદાવાદ થશે પાણી પાણી
ગુજરાતમાં અતિભારે વરસાદને લઈ મહત્વનો નિર્ણય#gujaratrains #rainingujarat #rain #raining #heavyrain #HeavyRainfall #RainAlert #monsoon #monsoon2024 #schools #zeecard pic.twitter.com/IXSIDljna5
— Zee 24 Kalak (@Zee24Kalak) August 26, 2024
આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી. મુખ્યમંત્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને મ્યુન્સિપલ કમશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ. તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરોને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.
Stay alert and informed! Keep an eye on the latest rain updates from the Gujarat Meteorological Department to ensure your safety.
Link: https://t.co/3qJRuSF709#amc #amcforpeople #StaySafe #WeatherUpdates #GujaratRain #RainAlert #MonsoonSafety #WeatherWarning #StayInformed… pic.twitter.com/vtj1aHqIO6
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 26, 2024
ગુજરાતમાં ભયંકર વરસાદની આગાહી, અગત્યનું કામ ના હોય તો બહાર ન નીકળવું: 48 કલાક ભારે
વરસાદને કારણે પરીક્ષાઓ અટવાઈ
જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષાને લઈને હજુ અસમંજસની સ્થિતિ છે. મોડી સાંજે વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે સમીક્ષા કરી આખરી નિર્ણય કરાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં જ પરીક્ષા હોવાના કારણે સમીક્ષા કરી આખરી નિર્ણય લેવાશે. 28 ઓગસ્ટ થી ડીવાયએસઓની પરીક્ષા શરૂ થનારી છે.
માછીમારોને સૂચના અપાઈ
ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને એલર્ટ કરાયા છે. એરક્રાફટ,શીપ તથા રડાર સ્ટેશન વડે સાવચેત કરાયા છે. માછીમારોને બોટ સાથે સલામત સ્થળે ખસી જવા સુચના અપાઈ છે. 28 અને 29 ઓગષ્ટના રોજ ડીપ ડિપ્રેશનને જોતા માછીમારોને સાવચેત કરી દેવાયા છે. ભારે વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગ અને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારો માટે એલર્ટ જાહેર કરાયું. આગામી થોડાક દિવસ સુધી દરિયો નહીં ખેડવા માછીમારોને આપવામાં આવી સૂચના અપાઈ. આજથી 30 તારીખ સુધી માછીમારો એ દરિયામાં ન જવાની હવામાન વિભાગે તકેદારી જાહેર કરી છે. ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા પણ વિવિધ માધ્યમો દ્વારા માછીમારોને સતર્ક કરવામાં આવ્યા.
નર્મદા નદીમાં પૂરનું સંકટ
ભરૂચના ગોલ્ડન બ્રિજની જળસપાટીમાં વધારો થતા ફરી નર્મદા નદીમાં પૂરનું સંકટ ઉભુ થયુ છે. ગોલ્ડન બ્રિજ પર જળસપાટી 24 ફૂટ પર પહોંચી છે. 24 ફૂટે ભયજનક સપાટીએ પાણીનું લેવલ પહોંચી ગયું છે. ભરૂચના કબીરવડ ખાતેથી લોકોને સ્થળાંતર કરાયા છે. અંકલેશ્વરના 14 અને ભરૂચના 15 ગામોને એલર્ટની સૂચના આપી દેવાઈ છે. ઝૂપડપટ્ટી, બહુચરાજી ઓવારામાં લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે