Home> Gujarat
Advertisement
Prev
Next

ધો 1-2ના છાત્રો માટે ગૃહકાર્ય નહિ, વિદ્યાર્થીના વજનના 10 ટકાનું થશે દફતર: ભુપેન્દ્રસિંહ

શાળાના વિદ્યાર્થીઓને દફતરના ભારને લઇને ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પ્રેસ કોન્ફરન્સ કરી એક પરિપત્ર બહાર પાડ્યો હતો.

ધો 1-2ના છાત્રો માટે ગૃહકાર્ય નહિ, વિદ્યાર્થીના વજનના 10 ટકાનું થશે દફતર: ભુપેન્દ્રસિંહ

ગાંધીનગર: શાળાના વિદ્યાર્થીઓને દફતરના ભારને લઇને ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ પ્રેસ કોન્ફરન્સ કરી એક પરિપત્ર બહાર પાડ્યો હતો. ભાર વાળા ભણતરને કારણે બાળકોને તકલીફ પડી રહી છે, દફતરોમાં વધારે ભાર હોવોથી, ગળાની તકલીફ, કમરની તકલીફ જેવી તમામ બાબતોને અનુલક્ષીને નિર્ણય લેવામાં આવ્યો છે, કે વિદ્યાર્થીના વજનના 10 ટકા વજન હોવું જોઇએ તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 

fallbacks

વધારાની નોટબુક અને ગૃહકાર્ય અંગે પણ નિર્ણય 
નિબંધમાળા અન્ય નોટબુક, હોમ વર્ક બુક વગેરે જેવી વધારાની નોટબુક વિદ્યાર્થીઓની પાસે રાખવાની મનાઇ ફરમાવામાં આવી છે. ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય નહિં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ધોરણ 3,4 અને 5નાં વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક સુધીનું જ ગૃહકાર્ય આપવા માટે શિક્ષકોને આદેશ કરી દેવામાં આવશે.

વધુ વાંચો...2 કરોડની લાંચના આરોપો બાદ પહેલીવાર જાહેરમાં બોલ્યા મંત્રી હરિભાઈ ચૌધરી

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિપત્ર બહાર પાડીને ભાર વિનાના ભણતરને લઇને અગત્યના મુદ્દાઓને લઇને નિર્ણયો લેવામાં આવ્યો હતો. સ્કૂલ બેગના વજન અંગે પંચમહાલમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું. મુખ્યપ્રધાને કહ્યું કે, ભાર વગરનું ભણતર થાય તેવું સરકાર પણ ઈચ્છી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર ગંભીરતા પૂર્વક આગળ વધી રહી છે. ગુજરાત સરકાર પણ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા વર્ચ્યુલ ક્લાસીસ તરફ આગળ વધી રહી છે..જેનાથી વિદ્યાર્થીઓ ટેબલેટ દ્વારા અભ્યાસ કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More