Home> Gujarat
Advertisement
Prev
Next

SURAT માં સારી આઇટમ આવી મજા આવશે, અચાનક પોલીસ આવી પહોંચી અને પછી...

શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં 22 વર્ષના હીરા દલાલ પાસેથી નકલી પોલીસ બનીને ત્રણ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પુણા સીમાડા વિસ્તારમાં રહેતા 22 વર્ષીના હીરા દલાલના સંપર્કમાં આવેલી એક મહિલાએ ફોન કરીને સારી આઇટમ આવી છે તેમ કહીને તેને લલચાવ્યો હતો. હીરા દલાલ પુણાગામની એક સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અહીં યુવકને એક યુવતી પાસે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે અર્ધનગ્ન હાલતમાં હતો ત્યારે તેની તસવીરો પાડી લેવામાં આવી હતી. 

SURAT માં સારી આઇટમ આવી મજા આવશે, અચાનક પોલીસ આવી પહોંચી અને પછી...

સુરત : શહેરમાં હનીટ્રેપના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં 22 વર્ષના હીરા દલાલ પાસેથી નકલી પોલીસ બનીને ત્રણ લાખ રૂપિયા ખંખેરી લીધા હતા. પુણા સીમાડા વિસ્તારમાં રહેતા 22 વર્ષીના હીરા દલાલના સંપર્કમાં આવેલી એક મહિલાએ ફોન કરીને સારી આઇટમ આવી છે તેમ કહીને તેને લલચાવ્યો હતો. હીરા દલાલ પુણાગામની એક સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો. અહીં યુવકને એક યુવતી પાસે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તે અર્ધનગ્ન હાલતમાં હતો ત્યારે તેની તસવીરો પાડી લેવામાં આવી હતી. 

fallbacks

Ahmedabad: તાકાત હોય તો પકડી બતાવે પોલીસ! 48 કલાક પહેલાં હત્યા કરનારે પછી લૂંટ કરીને પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર

જો કે ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી. આ પોલીસે પિસ્તોલ બતાવીને હીરા દલાલ પાસેથી 5 લાખ રૂપિયાની માંગ કરી હતી. આખરે 3 લાખમાં ડીલ પાક્કી થઇ હતી. હીરા દલાલ પાસેથી નાણા પડાવી લીધા હતા. અત્રે નોંધનીય છે કે, હીરા દલાલ લાંબા સમયથી મંજુ નામની મહિલાના સંપર્કમાં હતો. તે મંજુને મળતો રહેતો હતો અને તેની સાથે ફોન પર પણ વાતો કરતો રહેતો હતો. દરમિયાન ગત્ત પાંચમી તારીખે મંજુએ દલાલને ફોન કરીને ખુબ જ સારી આઇટમ આવી હોવાનું કહીને સીતાનગર ચોકડી પાસે બોલાવ્યો હતો. 

શ્રાવણ મહિનામાં ડબલ પુન્ય કમાવાની તક, મહાદેવને દુધના બદલે સગર્ભા મહિલાઓને આ પ્રકારે કરો મદદ

હીરા દલાલે ત્યાં પહોંચી કોલ કરતા તેને પુણાગામની વિક્રમનગર સોસાયટીના ઘર નંબર 173 ના પહેલા માળે આવવા માટે જણાવ્યું હતું. જ્યાં પહોંચતા જ તેને એક અત્યંત સ્વરૂપવાન યુવતી સાથે રૂમમાં મોકલાયો હતો. રૂમમાં પહોંચતા જ યુવતીએ કપડા કાઢી નાખ્યા હતા. જો કે ત્યાં જ પોલીસ આવી પહોંચી હતી અને તેમણે હીરા દલાલને ધમકાવીને પાંચ લાખ રૂપિયામાં કેસની પતાવટ કરવાની ઓફર આપી હતી. આખરે 3 લાખ રૂપિયામાં પતાવટ થઇ હતી. હીરા દલાલને તેના મિત્રોને ફોન કરી પૈસા મંગાવ્યા હતા. ત્યાંથી પૈસા મળી ગયા બાદ તેને છોડી દીધો હતો. જો કે પોતે છેતરાયો હોવાનુ લાગતા હીરા દલાલે મંજુ, દીપક ઝાલા અને પત્ની હીરલ ઝાલા ઉપરાંત ભારતી અને ચાર નકલી પોલીસ સહિત કુલ 8 લોકો વિરુદ્ઘ ગુનો નોંધાવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More