Home> Gujarat
Advertisement
Prev
Next

ભાવનગર હજુ પણ અન્ય શહેરો કરતા વિકાસમાં કેમ છે પાછળ? જાણો લોકોની શું છે આશા-અપેક્ષા?

અગાઉના સમયમાં ભાવનગરના દુર્ઘદ્રસ્ટા રાજવીઓએ ભાવનગરને અનેક ઉદ્યોગોની ભેટ આપી હતી, પરંતુ ત્યાર બાદ અનેક સરકારો આવી અને ગઈ પરંતુ જે રીતે અન્ય જિલ્લાઓનો વિકાસ થયો તેની સામે ભાવનગર જિલ્લાની સ્થિતિ વિપરીત છે

ભાવનગર હજુ પણ અન્ય શહેરો કરતા વિકાસમાં કેમ છે પાછળ? જાણો લોકોની શું છે આશા-અપેક્ષા?

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. તેમજ ઉમેદવારો પણ પ્રચાર કાર્યમાં લાગી ગયા છે. પરંતુ પ્રજાનો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ. પ્રજાએ ચૂંટેલા જનપ્રતિનીધી પાસે લોકોની કેવી માંગ છે, એ અંગે ઝી મીડિયાની ટીમે ભાવનગરના વિવિધ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહાજન મંડળ સાથે વાત કરતા તેઓએ ભૂતકાળનું ભાવનગર કેવું હતું, હાલનું ભાવનગર કેવું છે તેમજ હવે ભાવનગર કેવું હોવું જોઈએ તે અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. 

fallbacks

પરેશ ધાનાણી ફરી છવાયા! લખ્યું; રૂપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા...'

અગાઉના સમયમાં ભાવનગરના દુર્ઘદ્રસ્ટા રાજવીઓએ ભાવનગરને અનેક ઉદ્યોગોની ભેટ આપી હતી, પરંતુ ત્યાર બાદ અનેક સરકારો આવી અને ગઈ પરંતુ જે રીતે અન્ય જિલ્લાઓનો વિકાસ થયો તેની સામે ભાવનગર જિલ્લાની સ્થિતિ વિપરીત છે, અહીં શરૂ થયેલા અનેક ધંધા ઉદ્યોગો ભાંગતા ગયા, અનેક મિલો બંધ થઈ જે બાદમાં ક્યારેય શરૂ નથી થઈ કે નથી કોઈ નેતાએ તેને બેઠા કરવા કોશિશ કરી. 

ગુજરાતમાં ભુક્કા બોલાવી દે તેવી આગાહી! ઉત્તર ગુજરાત અને અ'વાદીઓને'તો ઉંધ જ નહીં આવે!

જિલ્લાની ગણતરીમાં આવતું ભાવનગર માત્ર સુધરેલું ગામડું જ બનીને રહી ગયું છે, ભાવનગરનો સર્વાંગી વિકાસ થાય એ માટે અનેક પ્રયત્નો થયા, પરંતુ પરિણામ માત્ર શૂન્ય. સરકાર દ્વારા ડાયમંડ પાર્ક, સીએનજી ટર્મિનલ, વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સહિત નવા ઉદ્યોગો માટે જાહેરાત તો અનેક વખત કરવામાં આવી, પરંતુ જાહેરાત થયા બાદ એકપણ નવા ઉદ્યોગોનો પાયો સુદ્ધા નખાયો નથી. વિશાળ દરિયા કિનારો ધરાવતા ભાવનગર જિલ્લામાં વિકાસની અનેક તકો રહેલી છે, પરંતુ યોગ્ય સમયે તે શરૂ કરવામાં નહીં આવતા ભાવનગર ભાંગતું જઈ રહ્યું છે.

ગુજરાતમાં એક એવો મેળો જ્યાં સંતાન પ્રાપ્તિ માટે ખાવો પડે છે માર! દરેકની પૂર્ણ થાય છે

અભ્યાસ બાદ યુવાનો નોકરી, ધંધા છોડી અન્ય જિલ્લામાં સેટ થઈ રહ્યા છે, આવનારા સમયમાં લોકોની જનપ્રતિનિધિ પાસે કેવા પ્રકારની આશા અપેક્ષાઓ છે એ અંગે ભાવનગરના વેપારીઓ સાથે ખાસ વાત કરતા તેઓ દ્વારા અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યા હતા. 

વડોદરામાં ભાજપ V/S ભાજપ; આ મુદ્દે બે કોર્પોરેટર સામસામે, એકે તો CMની ટકોરને ઘોળીને..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More