Mehsana News મહેસાણા : હરિયાણામાં આજે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 ગુજરાતીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પાંચેય ગુજરાતીઓ ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના યુવકો હતો. અકસ્માતમાં મહેસાણાનો એક અને પાટણ જિલ્લાના 4 ચૌધરી સમાજના યુવાનોના મોત નિપજ્યા છે. મૃતકોમાં બે યુવકો પાટણ જિલ્લાના કમાલપુર અને સીતાપુરના રહેવાસી છે. તો બે મહેસાણાના ચિત્રોડીપુરા અને સામેત્રાના હોવાનું સામે આવ્યું છે. તો અન્ય એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે એટલે કે કુંડલી-માનેસર પલવલ એક્સપ્રેસ વે પર ગુરુવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટમાં પાંચ યુવકોના મોત નિપજ્યા છે. માર્યા ગયેલા તમામ ગુજરાતના રહેવાસી હતી. અકસ્માત બદાલી અને બુપનિયા વચ્ચે થયો હતો. ગુજરાત નંબરની ક્રેટા ગાડી ટ્રેલર સાથે ટકરાઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો.
એજન્ટને મૂકો સાઈડમાં, કેનેડાના વિઝા માટે આટલુ કરો તો ઘર બેઠા મળી જશે વિઝા
કેએમપી એક્સપ્રેસ વે પર એકવાર ફરીથી તેજ રફ્તારનો કહેર જોવા મળી રહ્યો છે. અહી તેજ દોડતી ક્રેટા ગાડીની ટક્કર ટ્રેલર સાથે થઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ચાર યુવકોના મોત નિપજ્યા છે. તમામને સારવાર માટે બહાદુરગઢ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યા તમામે દમ તોડ્યો હતો. આ અકસ્માત કેએમપી એક્સપ્રેસની વચ્ચે બાદલી અને બુપનિયાની વચ્ચે થયો હતો.
ગુજરાતમાં અહીં આવ્યું છે ભૂતનું મંદિર, એક સમયે વૃક્ષ પર હતો બાબરા ભૂતનો વાસ
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી પિતા-પુત્રની અરજીનો સરકારે કોર્ટમાં કર્યો વિરોધ #AhmedabadAccident #Gujarat #Ahmedabad #TathyaPatel pic.twitter.com/2bgHNCr7tk
— Zee 24 Kalak (@Zee24Kalak) August 10, 2023
કેએમપી એક્સપ્રેસ વે પર આ અકસ્માત અંદાજે 7.30 કલાકે થયો હતો. અહી તેજ રફ્તારથી દોડતી ક્રેટા ગાડીમાં પાંચ ગુજરાતીઓ સવાર હતા. અચાનક ગાડીનું સંતુલન બગડ્યુ હતું, અને પાછળથી તે ટ્રેલર સાથે જઈને ભટકાઈ હતી. જ્યાં ઘટના સ્થળ પર જ ત્રણ લોકોના મોત નિપજ્યાં હતા. તો બે ગંભીર રીતે ઘાયલ યુવકોએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. પાંચેય મૃતક યુવકો ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના હતા.
રાતે ઊંઘતા પહેલા ગેસ પર ડુંગળી કાપીને મૂકો, પછી સવારે જુઓ મેજિક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે