Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking News : અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત

Ankleshwar GIDC Blast : ભરૂચની અંકલેશ્વર GIDCમાં બ્લાસ્ટ... ડેટોક્સ ઈન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા 4 કામદારના મોત... તો અન્ક કર્મચારીઓ ઈજાગ્રસ્ત... સ્ટીમ પ્રેસર પાઈપ ફાટવાના કારણે બની ઘટના.. 

Breaking News : અંકલેશ્વર GIDCની એક કંપનીમાં ભયંકર મોટો બ્લાસ્ટ, 4 કામદારના ઘટના સ્થળે મોત

Ankleshwar GIDC Blast : ભરૂચની અંકલેશ્વર GIDCની ડેટોક્સ ઈન્ડીયા પ્રાઇવેટ લિમિટડમાં ભયાનક મોટો બ્લાસ્ટ થવાની ખબર સામે આવી છે. આ બ્લાસ્ટમાં 4 કામદારોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે, તો કેટલાક કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. એમ ઇ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતાં બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે. GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. 

fallbacks

આ ઘટનાથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્ષ કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે. જ્યારે બ્લાસ્ટ થતા કંપનીમાં રહેલા કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. 

પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્ષ પ્રા.લી કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાં કંપનીના કામદારોમાં ભાગદોડ મચી હતી. બોઇલરના પાઇપમાં અચાનક પ્રેશર વધી જવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટની માહિતી મળતા GIDC પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બ્લાસ્ટમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કામદારોને ઈજા પહોંચી છે.

ભરૂચના અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર દુર્ઘટના બની છે....અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં ત્રણથી વધુ કામદારોના મોત નીપજ્યા...કંપનીના એમ.ઇ.પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે...બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી...આ બ્લાસ્ટ એટલી હદે ભયાજનક હતો કે કામદારોના શરીરના ચીંથડા ઉડી ગયા છે...મૃતકના પરિવારજનો ન્યાય મળે તે માટે કંપનીના ગેટ પાસે ધરણાં પર બેસ્યા છે...ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More