Ahmedabad Fire News : અમદાવાદમાં ભયંકર આગની ઘટના સામે આવી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં જોરદાર આગ લાગી છે. આગ એટલી વિકરાળ અને ભયંકર હતી કે બહાર પાર્ક કરાયેલી ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે. જોતજોતામાં એસીના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભયંકર છે કે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જીવરાજ પાર્ક વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા આકાશમાં દેખાયા છે. આગ ચપેટમાં આવેલા માતા અને 3 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે, તો અન્ય બે લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.
એસીના બાટલાનું ગોડાઉન ફટાકડાની જેમ ફૂટ્યું
અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી સોસાયટીમાં રહેણાંક મકાનમાં બનાવાયેલા ACના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા નાસભાગ મચી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ACના ગેસના બાટલા હોય એક બાદ ફટાકડાની જેમ બ્લાસ્ટ થયા હતા. ફુંફાડા મારતી આગને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. કારણ કે, ગણતરીની મિનિટોમાં જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.
જીવરાજ પાર્ક વિસ્તારમાં આ આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યા હતા. જેથી ચારેતરફ અફરાતરફી સર્જાઈ હતી. આ આગમાં ફસાયેલા 3 લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું હતું. જેમાંથી બે લોકોના મોત નિપજ્યા છે. આ આગમાં માતા અને પુત્રનું મોત નિપજ્યું છે.
પાટીલનું નિવેદન : વકફ બિલ સુધારા માટે માત્ર હિન્દુ જ નહિ, પારસી-મુસ્લિમો પણ સહમત હતા
વિકરાળ આગને કારણે પાસે પાર્ક કરાયેલા વાહનો પણ ઝપેટમાં આવ્યા હતા. કેટલાક વાહનોને નુકસાની થયું હોવાનું જાણવા મળ્યું છે.
મનપાની બેદરકારી
જ્ઞાનદા સોસાયટીમાં લાગેલ આગમાં મનપાની બેદરકારી સામે આવી છે. સોસાયટીના રહીશોએ મનપાના દક્ષિણ પશ્ચિમ ઝોનમાં આ અંગે અગાઉ અરજી આપી હતી. 5 માર્ચે 2024 મનપાના ઝોનમાં અરજી આપી હતી. અરજી આપી જોવા છતાં મનપા તંત્રએ કાર્યવાહી ના કરતા એક વર્ષ બાદ આગની ઘટના બની છે. મકાન માલિકને પણ સોસાયટીએ જોખમી માલસામાન દૂર કરવા સૂચના આપી હતી. બંને નોટિસોના સંદર્ભે કોઈ કાર્યવાહી ના થતા આગની ઘટના બની છે.
કેનેડામાં ગુજરાતી યુવકની હત્યા, વિદેશી પાડોશીએ ચાકુથી રહેંસી નાંખ્યો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે