Home> Gujarat
Advertisement
Prev
Next

કાચાપોચા દિલના ન જોતા આ વીડિયો, મોતના કુવામાં ચાલુ સ્ટંટમાં ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ

Surendra Nagar News : સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવામાં સર્જાઈ દુર્ઘટના... મોતના કૂવામાં સ્ટંટ કરતા સમયે કારના ટાયર નિકળી જતાં કાર 30 ફૂટની ઉંચાઈએથી નીચે પટકાઈ.. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ ન થઈ.. 

કાચાપોચા દિલના ન જોતા આ વીડિયો, મોતના કુવામાં ચાલુ સ્ટંટમાં ટાયર નીકળી જતા કાર નીચે પટકાઈ

Mot no Kuvo મયુર સાંધી/સુરેન્દ્રનગર : જન્માષ્ટમીનો પર્વ હોઈ સૌરાષ્ટ્રભરમાં લોકમેળાની રમઝટ જામી હતી. જ્યાં વિવિધ પ્રકારની રાઈડ્સમાં એક અઠવાડિયા સુધી લોકોએ મજા માણી. ત્યારે સુરેન્દ્ર નગરના લોકમેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોતના કુવામાં સ્ટંટ કરી રહેલી ચાલુ કારના ટાયર નીકળી ગયી હતી, જેથી કાર સ્ટંટ દરમિયાન નીચે પટકાઈ હતી. આ ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લોકમેળામાં મોતના કૂવાના ખેલમાં છેલ્લા દિવસે અકસ્માત સર્જાયો હતો. મોતના કુવામાં 30 ફૂટ ઉપર સ્ટંટ કરતી કારના ટાયર નીકળી ગયા હતા. મોતના કૂવામાં સ્ટંટ કરવું કાર ચાલકને મોંઘું પડ્યું હતું. સ્ટંટ કરતી વખતે ટાયર નીકળી જતા ચાલુ કાર નીચે પટકાઈ હતી. જેથી મોતનો ખેલ જોવા આવનારા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. જોકે, અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

શિક્ષણ વિભાગમાં નવા-જૂની : એક યોજના મુદ્દે શિક્ષણમંત્રી અને ભાજપી ધારાસભ્ય વચ્ચે જંગ

 

 

આ ઘટનાને લઈને લોકમેળાના સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આ ઘટના અનેક સવાલો પેદાક રે છે. જેમ કે, પ્રસાસન વિભાગ દ્વારા મેળામાં આપવામાં આવતા ફિટનેસ સર્ટી પર સવાલો ઉભા થયા છે. તેમજ મોતના કૂવામાં વીમા અને પર્સિંગ કાર છે કે કેમ તેવા અનેક સવાલો ઉઠ્યા છે. 

ગુજરાતમાં મોન્સૂન રિટર્ન : અંબાલાલ પટેલની આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

ગ્રાહક સાથે વાત કરતા કરતા યુવકને આવ્યો હાર્ટએટેક, આફ્રિકામાં ગુજરાતી યુવકનું મોત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More