Home> Gujarat
Advertisement
Prev
Next

દોડતો દોડતો આવીને ઘોડો સીધો જ લોકોના ટોળામાં ઘૂસ્યો, શ્વાસ અદ્ધર થાય તેવો Video

અમદાવાદ (Ahmedabad) ના કાંકરિયા તળાવની પાસે હાલ રોનક બનેલી છે. કાંકરિયા કાર્નિવલ (Kankariya carnival) થી આખુ કાંકરિયા ઝળહળી ઉઠ્યું છે. અમદાવાદી નગરજનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે હોર્સ શો (Horse Show) આયોજિત કરાયો હતો. આ હોર્સ શોમાં એક રોમાંચક ઘટના બની હતી. કાંકરિયામાં હોર્સ શો દરમિયાન ઘોડો બેકાબૂ બન્યો હતો. 

દોડતો દોડતો આવીને ઘોડો સીધો જ લોકોના ટોળામાં ઘૂસ્યો, શ્વાસ અદ્ધર થાય તેવો Video

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ના કાંકરિયા તળાવની પાસે હાલ રોનક બનેલી છે. કાંકરિયા કાર્નિવલ (Kankariya carnival) થી આખુ કાંકરિયા ઝળહળી ઉઠ્યું છે. અમદાવાદી નગરજનો માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ગઈકાલે હોર્સ શો (Horse Show) આયોજિત કરાયો હતો. આ હોર્સ શોમાં એક રોમાંચક ઘટના બની હતી. કાંકરિયામાં હોર્સ શો દરમિયાન ઘોડો બેકાબૂ બન્યો હતો. 

fallbacks

અમદાવાદ આખાની ચાની કીટલીઓ ફરી લેશો, તો પણ આવી ચાની દુકાન ક્યાંય નહિ જોઈ હોય
 
કાંકરિયામાં ફૂટબોલ ગ્રાઉન્ડમા હોર્સ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોડેસવારો વિવિધ કરતબ બતાવી રહ્યા હતા. આ કરતબો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યારે અચાનક જ એક ઘોડો બેકાબૂ બન્યો હતો. ઘોડેસવારે ઘોડાના કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બેકાબૂ બનેલો ઘોડો સીધો જ રિંગ બહાર આવી ગયો હતો. 

ઘોડો બેકાબૂ થતા જ લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ જોતજોતામાં તો જ્યાં પ્રેક્ષકો ઉભા હતા, ત્યાં ઘોડો સીધો ઘૂસી ગયો હતો. રિંગની બહાર આવેલો ઘોડો પ્રેક્ષકોની વચ્ચે ઘૂસ્યો હતો. આ ઘટનામાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More