અમદાવાદઃ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. અમદાવાદમાં જે રીતે વસ્તી સતત વધી રહી છે તે રીતે મકાનોના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. અમદાવાદમાં ઘર ખરીદવું સામાન્ય લોકો માટે એક સપનું બની રહ્યું છે. શહેરના પ્રાઇમ વિસ્તારમાં તો મકાનના ભાવ સતત વધી રહ્યાં છે. એક રિપોર્ટ પ્રમાણે ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની સરખામણીએ 2024 દરમિયાન ઘરની કિંમતમાં 15 ટકા જેટલો વધારો થયો છે.
અમદાવાદના આ વિસ્તારોમાં સૌથી વધુ ભાવમાં થયો વધારો
એક રિપોર્ટ અનુસાર દેશના મુખ્ય આઠ શહેરોમાં ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ક્વાર્ટરમાં મકાનોની કિંમતમાં એવરેજ 10 ટકા જેટલો વધારો થયો છે. મજબૂત માંગ અને ઊંચા ઈનપુટ ખર્ચને કારણે મકાનોની કિંમત વધી રહી છે. અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 2024ના ત્રીજા ક્વાર્ટરમાં 15 ટકા જેટલી કિંમતો વધી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ગરમી તોડશે નવા રેકોર્ડ? પરસેવાથી રેબઝેબ કરી નાંખશે ઉનાળો? જાણો આગાહી
રિપોર્ટમાં સામે આવી વિગતો
અમદાવાદમાં કાર્પેટ એરિયા પ્રમાણે મકાનોની કિંમતમાં પ્રતિ ચોરસ ફૂટ 7725 રૂપિયા જેટલો વધારો થયો છે. ક્રેડાઈ, કોલિયર્સ અને લાઇસેસ ફોરાસ દ્વારા જાહેર કરવામાં આવેલા સંયુક્ત રિપોર્ટ પ્રમાણે અમદાવાદ ઘરની કિંમતો વધવાના મામલે ત્રીજા સ્થાને છે. મકાનોની કિંમતમાં સૌથી વધુ વધારો દિલ્હી-એનસીઆરમાં 31 ટકા અને કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં 23 ટકા થયો છે.
અમદાવાદના આ વિસ્તારમાં સૌથી વધુ થયો ભાવ વધારો
અમદાવાદની વાત કરવામાં આવે તો બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઈટ અને વેજલપુર વિસ્તારમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘરોની કિંમત 17 ટકા સુધી વધી છે. સાબરમતી, મોટેરા, ચાંદખેડા, ગાંધીનગરમાં ઘરના ભાવમાં 21 ટકાનો વધારો થયો છે. આ સિવાય વાત કરવામાં આવે તો સિટી સેન્ટ્રલ, વેસ્ટ આંબાવાડી, બોડકદેવ, વસ્ત્રાપુર, મેમનગર અને પાલડીમાં મકાનોની કિંમત 7 ટકા જેટલી વધી છે.
આ પણ વાંચોઃ પશ્ચિમી વિક્ષોભની એન્ટ્રી, ભારે વરસાદ, પવન અને કરા પડવાની આગાહી, આ વિસ્તારોમાં સંકટ
આ સિવાય સાઉથ વેસ્ટમાં બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઈટ અને વેજલપુરમાં ઘરની કિંમત 17 ટકા જેટલી વધી છે. તો બાપુનગર, મણીનગર, ઈસનપુર, નરોડા અને વસ્ત્રાલમાં ઘરોની કિંમતમાં 16 ટકા જેટલો વધારો થયો છે. ઘાટલોડિયા, ગોતા, સાયન્સ સિટી, થલતેજ જેવા વિસ્તારોમાં ઘરોની કિંમતમાં 20 ટકાનો વધારો થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે