ઝી બ્યુરો/વડોદરા: ઘરનું ઘર થાય તે દરેક વ્યક્તિનું સપનું હોય છે. અનેક લોકો પોતાના જીવનની આખી મૂડી ખર્ચી નાંખે છે પરંતુ ઘર થઈ શક્તું નથી. ત્યારે વડોદરામાં ઉંધો ઘાટ ઘડાયો છે. વડોદરામાં આવાસ યોજનાના ઘર તો તૈયાર થઈ ગયા છે. પરંતુ કોઈ લાભાર્થી મળતું નથી તેના કારણે ધૂળ ખાઈ રહ્યા છે. જુઓ તંત્ર અને લોકોની ઉદાસિનતાથી ધૂળ ખાતા આવાસોનો આ અહેવાલ.
અંબાલાલ પટેલની આગાહી; આ જિલ્લાઓ ચિંતાતૂર, આવી રહ્યું છે મોટું સંકટ, હવે પડશે કરા
આવું જ મકાન બનાવવા માટે લોકો પોતાના જીવનની તમામ મુડી ખર્ચી નાંખે છે. તેમ છતાં પણ ઘર બનાવી શક્તા નથી. પરંતુ વડોદરામાં તૈયાર થયેલા આ આવાસ યોજનાના ઘર જુઓ..નવા નક્કરો આ ઘર ખરીદવા માટે કોઈ તૈયાર નથી. સરકાર સસ્તા ભાવે ઘરે આપે છે. પરંતુ તેને લેવા વાળું કોઈ લાભાર્થી મળતું નથી. જેના કારણે આ ચકચકાટ મકાન ધૂળ ખાઈ રહ્યા છે.
આયુષ્માન કાર્ડધારકો માટે મોટા સમાચાર; ગુજરાતની 300 હોસ્પિટલમા 4 દિવસ નહીં થાય સારવાર
શહેરના તાંલજા વિસ્તારમાં તૈયાર થયેલા રાજીવ આવાસ યોજના અંતર્ગત બનેલા આ મકાન ઘણા સમયથી આવી જ સ્થિતિમાં પડ્યા છે. કોઈ લાભાર્થી ન મળતાં પાણીની લાઈન નાંખવાનું બાકી છે. સાથે જ ઈલેક્ટ્રિસિટીનું પણ કામ બાકી છે. કોન્ટ્રાક્ટર પણ અધવચ્ચેથી કામ છોડીનો જતો રહ્યો છે. આ મામલે વિપક્ષે સત્તા પક્ષ સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. તો જેનું આ મકાન માટે ફોર્મ ભર્યું હતું તેને હજુ સુધી મકાન ફાળવવામાં નથી આવ્યા. વર્ષ 2020માં 6 ટાવરમાં કુલ 240 મકાન બનાવવામાં આવ્યા હતા. બીજી તરફ આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એવો દાવો કર્યો છે કે સરકારી જમીન અને તળાવની આસપાસ જે દબાણો થયા છે તેને દૂર કરી અસરગ્રસ્તોને આ ખાલી પડેલા મકાનો ફાળવીશું.
અનોખું ઉદાહરણ! દિકરીને લગ્નમાં પિતાએ એવી ગિફ્ટ આપી કે જાનૈયાઓ જોતા જ રહી ગયા, VIDEO
બાપ રે! દૂધનું સેમ્પલ લીધું તો હલી ગયું તંત્ર, આ ડેરીનું 10 હજાર લીટર દૂધ ઢોળી દીધું
કોન્ટ્રાક્ટર અધવચ્ચેથી કામ છોડીને જતો રહેતા મકાનોમાં ઘણું કામ બાકી છે. તે કામ ક્યારે પૂર્ણ થશે તે એક સવાલ છે. સામાન્ય રીતે જ્યારે ઘરના ઘર માટેની સરકાર કોઈ સ્કીમ બહાર પાડે ત્યારે મકાન કરતાં અનેક ઘણા ફોર્મ ભરાતા હોય છે. ડ્રો કરીને સરકાર જરૂરિયાત મંદોને મકાન આપે છે. પરંતુ વડોદરામાં જે ઉંધો ઘાટ ઘડાયો તેનાથી સત્તાપક્ષ પણ મુજવણમાં મુકાયો છે. જોવાનું રહેશે કે કરોડોના ખર્ચે બનેલા આ મકાનની ક્યારે યોગ્ય લાભાર્થીને ફાળવણી થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે