Home> Gujarat
Advertisement
Prev
Next

આ ફૂલને ઔષધિનો રાજા કહીએ તો પણ ખોટું નથી, બાકી તો ખાખરાની ખિસકોલી સાકરનો શું જાણે સ્વાદ?

કેસૂડાથી શોભાયમાન ખાખરાના વનમાં કોઇપણ આકર્ષાયા વિના રહેતું નથી. આ કેસૂડાની સુંદરતા એટલી બધી હોય છે કે તેમાં સુગંધ છે કે નહિ તેની પણ કોને ખબર રહેતી નથી.

આ ફૂલને ઔષધિનો રાજા કહીએ તો પણ ખોટું નથી, બાકી તો ખાખરાની ખિસકોલી સાકરનો શું જાણે સ્વાદ?

મુસ્તાક દલ/જામનગર: પર્યાવરણ અને ચામડીને નુક્સાન કરતા કેમિકલ વાળા રંગો આવ્યા એ પહેલા સદી ઓથી ભારતમાં પર્યાવરણના મંત્રીપૂર્ણ-વિકલ્પ તરીકે ઓર્ગેનિક હોળી રમવા માટે કેસુડાના ફૂલો અસ્તિત્વમાં છે. કેસુડાના ફૂલોના સુકા પાવડર અને પ્રવાહી તરીકે હોળી રમવાની પરંપરા મથુરા, વૃંદાવન, બિહાર, મહારાષ્ટ્ર અને બંગાળના મોટા ભાગમાં આજે પણ છે. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના તબીબે હોળી નિમિત્તે કેસુડાના ફૂલનો કઈ રીતે ઉપયોગ કરી શકાય અને કેમિકયુક્ત કલરથી કઈ રીતે બચી શકાય તે અંગે વિસ્તારથી ચર્ચા કરી.

fallbacks

PM મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે ઘડ્યો છે આવો પ્લાન

આપણે હોળીના રંગો બનાવવા માટે ખાખરાના ફૂલો તરફ વળવું જોઈએ અને રંગીન તહેવાર પર આ ઓર્ગેનિક હોળી રંગોનો ઉપયોગ કરવો જોઈએ. જામનગરથી બરડા ડુંગર તરફ જાઓ તો મોટેભાગે ધ્યાનમાં ના આવનાર ખાખરાના 10 થી 15 ફૂટ ઊંચા વૃક્ષો પર વસંતઋતુ સિવાય સામાન્ય સંજોગોમાં તો કંઇ આકર્ષણ જણાતુ નથી. ઊનાળામાં તેના રુદા અને સૂકા પાંદડા ખરવાથી અને વનથી એકબીજા સાથે ઘસાવાથી ઉત્પન્ન થતો ખડખડ અવાજ જ તેના ખાખરા નામ માટે કારણભૂત છે. ખરેખરી શોભા તો તેની વસંતઋતુમાં જ જોવા મળે છે, જ્યારે તેના પર સૂડાની પાંચના આકારના કેસરી રક્ત વર્ણના પુષ્પો આવે છે. 

અહીં ધૂળેટીના દિવસે પ્રગટાવાય છે હોળી,આવનારૂ વર્ષ કેવું રહેશે તેનો મળે છે સચોટ ચિતાર

કેસૂડાથી શોભાયમાન ખાખરાના વનમાં કોઇપણ આકર્ષાયા વિના રહેતું નથી. આ કેસૂડાની સુંદરતા એટલી બધી હોય છે કે તેમાં સુગંધ છે કે નહિ તેની પણ કોને ખબર રહેતી નથી. સંસ્કૃતમાં લાશ અને કિંશુક્રના નામથી ઓળખાતા આ ખાખરાના વૃક્ષનું લેટિન નામ પણ તેના જેવું જ સુંદર છે “બ્યુટીવા મોનોસારમા કુદરતી રીતે ત્વચાને મોઇસ્ચરાઇઝ કરે છે

કેશુડમાં સ્મૂયિંગ અને ઇલિએન્ટ વિટામિન ઇ કુદરતી રીતે રહેલું છે. જેથી કુદરતી રીતે જ એમાં એન્ટી ઓક્સીન્ટ ગુણધર્મો પણ છે. પોદડા અને ફૂલોમાંથી બનતો અર્ક સનબર્ન્સ અને કોલ્લીઓ પર લગાવવા થી વયાની દા। દૂર કરી ને મોઇસ્ચરાઇઝ કરે છે.

રવિન્દ્ર જાડેજાના ચાહકો માટે આનંદના સમાચાર, આ જાહેરાત સાંભળી લાગશે 440 વોલ્ટનો ઝટકો

ત્વચાના ઇન્ફેક્શન માટે...
કેસુડાના પાંદડા એન્ટિ લક્ષણો ધરાવે છે. તે એલર્જી, ફંગલ ચેપ, પર્યાવરણીય પ્રદુષકો અને સૂર્ય કિરણોથી પ્રભાવિત ત્વચાના વિસ્તારોમાં કોઈપણ ઉકાળી, પરુ અથવા બનલ્સને અસરકારક રીતે ઘટાડે છે

વાળની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે..
કેસુડા માં ફાયટોન્યુટ્રિએન્ટ્સ છે જે વાળના મૂળ ને નરિશ કરે છે. તદુપરાંત, જ્યારે પાંદડા અથવા ફૂલની પેસ્ટના જેલ તરીકે લાગુ પડે છે, ત્યારે તે ચામડીના સ્તરોમાં પ્રવેશ કરે છે અને ફોલિકલ્સનું રક્ષણ કરે છે, ત્યાં વાળની જાડાઈ અને સ્થિરતા જાળવી સખ છે. જો તમે લાંબા અને મજબૂત વાળ મેળવવા માટે ઉકેલ શોધી રહ્યા હોવ તો પાલશ એક આદર્શ કુદરતી વિકલ્પ છે.

હોળીના રંગો તમને કાયમ માટે બનાવી શકે છે અંધ ! તમારી આંખોને આ રીતે સુરક્ષિત રાખો

રંગ કેવી રીતે બનાવવી....?
પલાશ કે કેસૂડો કે ખાખરા તરીકે ઓળખાતા આ વૃક્ષના ફૂલો આખી રાત પાણીમાં પલાળીને રાખવાથી સુગંધિત પીળા નારંગી રંગનું પ્રવાહી ઉત્પન્ન કરે છે. અથવા તો તડકામાં સૂકવવાથી ફૂલ સાવ સુકાઇ જશે અને પછી એનો મિક્સર માં ફેરવો એટલે બારીક પાઉડર થઇ જશે

અમેરિકન નેશનલ લાઈબ્રેરીમાં ઉપલબ્ધ માહિતી મુજબ ફોસમાં ઇસાબેલ અને ટીમ દ્વારા કરાયેલા સંરોધન દર્શાવે છે કે કેસુડાના સ્કૂલમાં એન્ટી ઈન્ગ્લામેટરી એકિટવિટી છે. એ ઉપરાંત એમાં ચામડી ને વૃદ્ધ થતી અટકાવવાની એન્ટી એજિંગ ઈફેક્ટ પણ છે બીજા એક રિફ્સર્ચ પ્રમાણે કેસુડાના ફૂલ માં કેમો પ્રિવેન્ટિવ અને એન્ટી કેન્સર પ્રોપર્ટી પણ છે. કેસુડાના ફૂલના એક્ટિવ પ્રિન્સિપલ બ્યુટીનમાં ફ્રી રેડિક્લને સાફ કરવાની અને યકૃતના કોષામાં ઓક્સિડેટીવ ઇજા સામે રક્ષા કરવાની અદભુત ક્ષમતા છે. 

Whatsapp દ્વારા આ ખાસ મેસેજ મોકલી હોળીને બનાવો સ્પેશિયલ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More