PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. પ્રધાનમંત્રીએ ગાંધીનગરના વાવોલમાં શાલીન સોસાયટીના રહીશો સાથે મુલાકાત કરી તેમની સાથે વાતચીત કરી હતી. સોસાયટીના રહીશોએ પોતાના ઘર લગાવેલી સોલાર જોવા માટે પણ પ્રધાનમંત્રી ગયા હતા અને તમામ રહીશોને સૌર ઊર્જાનું મહત્વ સમજાવ્યું હતું. જેની એક વીડિયો સામે આવ્યો છે.
સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના વાવોલ પહોંચ્યા હતા. વાવોલની શાલીન-2 સોસાયટીમાં પહોંચી પ્રધાનમંત્રીએ સ્થાનિક રહીશો સાથે મુલાકાત કરી હતી. સૌર ઊર્જાનો ઉપયોગ કરતાં કેટલાક લોકો સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત પણ કરી હતી. જે ઘર પર સોલાર પેનલ લાગેલી છે તે ટેરેસ પણ પ્રધાનમંત્રી ગયા હતા. જેના કારણે સ્થાનિક રહીશોમાં એક ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. તો લાભાર્થી લોકો સાથે પ્રધાનમંત્રીએ જે વાતચીત કરી તેનો વીડિયો હાલ સામે આવ્યો છે.
સોલાર પેનલના લાભાર્થીઓ સાથેના સંવાદમાં પ્રધાનમંત્રીએ સૌર ઊર્જાના ફાયદા અને વીજ બિલમાં થયેલી બચત પર ચર્ચા કરી હતી.
તો રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા માટે જે ફ્રી વીજળીના વચનો આપે છે તેને લઈ પણ પ્રધાનમંત્રીએ લાભાર્થીઓ સાથેના સંવાદમાં વાતચીત કરી. અને સરકારી તિજોરી ખાલી કર્યા વિના કેવી રીતે મફત વીજળી આપી શકાય તે સમજાવ્યું.
મફતમાં મળેલી વીજળીથી પૈસાની બચત લાભાર્થીઓને થઈ રહી છે. જે પૈસા બચી રહ્યા છે તેને બેંકમાં જમા કરવા માટે પણ પ્રધાનમંત્રી અપીલ કરી.
પ્રધાનમંત્રીએ સૌ લોકોને સોસાયટીમાં સ્વચ્છતા રાખવા, પાણીનો બચાવ કરવા અને વૃક્ષો વાવવા માટે પણ સલાહ આપી હતી.
મોદી સરકારની સૌલાર યોજનાથી ઘણા લોકોને ફાયદો થયો છે, વીજળીના ઉત્પાદનથી વીજ બિલ જીરો થયા છે અને ઉપરથી આવક પણ થઈ રહી છે. તો સોલાર પેનલ લગાવવા માટે સરકાર સબસીડી પણ આપે છે. રિન્યૂએબલ ગ્રીન એનર્જી ક્ષેત્રે ગુજરાત ઘણુ આગળ વધી રહ્યું છે. જેમાં સૌર ઊર્જા સૌથી મોટો ફાળો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે